ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને તેમના પત્ની ક્યોકો જયશંકરે ભારતીય ડાયસ્પોરાના લોકો અને  બ્રિટિશ હિંદુઓ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરવા રવિવાર 12 નવેમ્બર 2023ના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની મુલાકાત લીધી હતી.

મંદિરના વરિષ્ઠ સંતો અને ટ્રસ્ટીઓ દ્વારા ડો. જયશંકરનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. ડૉ. જયશંકર અને તેમના પત્નીએ મંદિરના જટિલ આર્કિટેક્ચરની માહિતી મેળવી હતી. દંપતીએ ભગવાન નીલકંઠ વર્ણીનો અભિ ષેક પણ કર્યો હતો.

ડૉ. જયશંકરે પ્રવચન કરતાં જણાવ્યું હતું કે “ભારતની છબીનો એક મોટો હિસ્સો ભારતીય ડાયસ્પોરાના સભ્યોના કાર્યમાં, રહેઠાણમાં, પડોશમાં અને પ્રવૃત્તિઓમાં રજૂ થાય છે. વિદેશમાં રહેલો ભારતીય સમુદાય એ આપણી વાસ્તવિક શક્તિ છે, તેથી તમે દરરોજ જે કરો છો તેના માટે હું તમારા બધાનો આભાર માનું છું. તે જ ખરેખર ભારતની વ્યાખ્યા રજૂ કરે છે. હું ધન્ય છું કે આજે હું તમારી સાથે છું.”

UK BAPSના ટ્રસ્ટી સંજય કારાએ કહ્યું હતું કે, “વિદેશ પ્રધાન અહીં મંદિરમાં દિવાળીની ઉજવણી કરવા જોડાયા તે સન્માનની વાત છે. આ મંદિર યુકે અને ભારતના સહિયારા મૂલ્યો અને તેની સમુદાય સેવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.”

LEAVE A REPLY