રવિવારે વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતીય ટીમનું ચેમ્પિયન બનવાનું સપનું રોળાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં ગયા હતા અને સુકાની રોહિત શર્મા, મોહમ્મદ શામી સહિતના ખેલાડીરઓને, સમગ્ર ટીમને આશ્વાસન આપ્યું હતું. મોદીએ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભારતીય ટીમને સાંત્વન આપતાં જણાવ્યું હતું કે, અમે આજે અને હંમેશા માટે આપની સાથે છીએ.
કપિલ દેવ સહિતના અગ્રણી નિવૃત્ત ખેલાડીઓએ પણ ટીમને આશ્વાસન આપ્યું હતું અને કહ્યું હતું કે ફાઈનલમાં ભલે ઈન્ડિયા હાર્યું, પણ એકંદરે સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઘણું જોરદાર રમી હતી.