અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 19 નવેમ્બરે ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ દરમિયાન અમદાવાદ શહેર અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6,000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાં હતા. બીજી તરફ વેસ્ટર્ન રેલ્વે અને સેન્ટ્રલ રેલ્વે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ જોવા મુંબઈથી અમદાવાદ જતા ચાહકો માટે છ ક્રિકેટ વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો હતો. મધ્ય રેલવે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસ (CSMT)થી અમદાવાદ વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપ સ્પેશિયલ ટ્રેન દોડવાની જાહેરાત કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયન ડેપ્યુટી PM રિચાર્ડ માર્લ્સ શહેરના મોટેરા વિસ્તારમાં ICC ક્રિકેટ વર્લ્ડ કપની ગ્રાન્ડ ફિનાલેમાં હાજરી આપવાના હોવાથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવામાં આવી હતી.
અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકોની અવરજવર અને અનેક મહાનુભાવોની હાજરીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ, રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ્સ અને અન્યના જવાનો સાથે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.મેગા ઈવેન્ટ કોઈપણ મુશ્કેલી વિના પાર પડે તે માટે 6,000થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. આ 6,000 કર્મચારીઓમાંથી લગભગ 3,000 સ્ટેડિયમની અંદર તૈનાત કરવામાં આવશે, જ્યારે અન્યને અન્ય મુખ્ય સ્થાનોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવશે. આરએએફની એક કંપની સ્ટેડિયમની અંદર તૈનાત કરવામાં આવશે, બીજી કંપની સ્ટેડિયમની બહાર ફરજ પર રહેશે. શહેર પોલીસે સ્થળની અંદર એક અસ્થાયી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવ્યું છે જે વાયરલેસ નેટવર્કથી સજ્જ છે.
મેચ દરમિયાન કોઈપણ રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ અને ન્યુક્લિયર (CBRN) કટોકટીનો સામનો કરવા નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો પણ શહેરમાં તૈનાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્ક્વોડની 10 ટીમો ચેતક કમાન્ડોની બે ટીમો સાથે, એક ચુનંદા એકમ, સ્ટેડિયમની નજીક તૈનાત રહેશે.
સ્ટેડિયમમાં ફાઇનલ મેચમાં હાજરી આપનાર અન્ય મહાનુભાવોમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભારતમાં યુએસ એમ્બેસેડર એરિક ગારસેટી, સિંગાપોરના ગૃહ અને કાયદા પ્રધાન કે. શનમુગમ, તમિલનાડુના પ્રધાન ઉધયનિધિ સ્ટાલિન, આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા અને મેઘાલયના સીએમ કોનરાડ સંગમાનો સમાવેશ થાય છે.