(Photo by PATRICK T. FALLON/AFP via Getty Images)

વિશ્વભરમાં તહેલકો મચાવનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીની જનક કંપની ઓપનએઆઇના બોર્ડે શુક્રવારે કંપનીના સહ-સ્થાપક અને CEO સેમ ઓલ્ટમેન હકાલપટ્ટી કરતાં ટેકનોલોજી જગતમાં મોટો આંચકો લાગ્યો હતો. કંપનીના બોર્ડે વચગાળાના સીઇઓ તરીકે મીરા મુરાતીની નિયુક્તિ કરી હતી.

મીરા મુરાતી ઓપનએઆઇના ચીફ ટેકનોલોજી ઓફિસર પણ છે. તેમણે વિશ્વભરમાં લોકપ્રિય બનેલા ચેટબોટ ChatGPTના વિકાસમાં મોટી ભૂમિકા ભજવી હતી.

મીરા મુરાતીનો જન્મ અલ્બેનિયામાં થયો હતો અને તેમનો ઉછેર કેનેડામાં થયો હતો. તેમણે ડાર્ટમાઉથ કોલેજમાં અભ્યાસ દરમિયાન હાઇબ્રિડ રેસ કાર બનાવીને મિકેનિકલ એન્જિનિયરિંગ કુશળતા દર્શાવી હતી. રિપોર્ટ્સ અનુસાર, તેમના માતા-પિતા ભારતીય મૂળના છે.

મીરા મુરાતી એરોસ્પેસ, ઓટોમોટિવ, વર્ચ્યુઅલ રિયાલિટી (VR), અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) માં કામ કર્યું છે. આ પછી તેઓ એલોન મસ્કની ટેસ્લામાં વરિષ્ઠ પ્રોડક્ટ મેનેજર તરીકે જોડાયા હતા. તેમણે મોડેલ Xના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

મુરાતી એક વીઆર કંપની, લીપ મોશન સાથે પણ સંકળાયેલા હતા, જ્યાં તેમણે વાસ્તવિક વિશ્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર કામગીરી કરી હતી. તેઓ ઇટાલિયન, અલ્બેનિયન અને અંગ્રેજી એમ ત્રણ ભાષા બોલી શકે છે.

મુરાતી 2018માં સુપરકોમ્પ્યુટિંગ વ્યૂહરચના અને સંશોધન ટીમોમાં OpenAIમાં જોડાયા હતાં. તેઓ લીડરશિપ ટીમનો પણ હિસ્સો હતા.

LEAVE A REPLY