ભારતે યુકે સાથે મુક્ત વેપાર સમજૂતી (એફટીએ) કરવા માટે યુકેના ઇલેક્ટ્રિક વ્હિકલ પરની આયાત ડ્યૂટીમા મોટો ઘટાડો કરવાની દરખાસ્ત કરી છે. બંને દેશો ચાલુ વર્ષના અંત સુધીમાં મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કરવા માગે છે, એમ મંત્રણાથી પરિચિત બે વ્યક્તિએ જણાવ્યું હતું.

નવી દિલ્હી યુકેમાંથી $80,000થી વધુ કિંમતના વાર્ષિક ધોરણે 2,500 ઈલેક્ટ્રિક વાહનો પર 30%ની ટેરિફ પર વિચારણા કરી રહ્યું છે. ભારત હાલમાં સંપૂર્ણપણે બિલ્ટ યુનિટ તરીકે આયાત કરાયેલી કાર પર તેમની કિંમતના આધારે 70% અને 100% ની વચ્ચે ટેક્સ વસૂલે છે.

યુકે તેના ઇલેક્ટ્રિક વ્હિકલ માટેની આયાત જકાતમાં ભારત ઘટાડો કરે તેવી માગણી કરી રહ્યું છે. ભારત અને યુકે વચ્ચે મુક્ત વેપાર કરારમાં હાલમાં જે મુદ્દા પર નિર્ણય લેવાના બાકી છે, તેમાં ઈલેક્ટ્રીક વાહનો પરની ડયૂટી ઘટાડવાની યુકેની એક માગનો પણ સમાવેશ થાય છે. ભારત વિશાળ વસ્તી ધરાવતો દેશ છે અને ઈલેક્ટ્રીક વાહનો માટેની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે યુકેના ઈલેક્ટ્રીક વાહનો ભારતમાં ઘણા મોંઘા પડે છે.

નીચા ટેરિફથી બજાર જોડાણમાં વધારો થશે અને બન્ને દેશો વચ્ચેના દ્વીપક્ષી વેપારમાં વધારો થશે તેવી ભારત તથા યુકેના નીતિવિષયકો અપેક્ષા રાખી રહ્યા છે. હાલમાં ભારતની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર ટાટાની નેક્સોન છે. તેની કિંમત રૂ.૧૫ લાખ એટલેકે ૧૮,૦૦૦ ડોલર કરતાં ઓછી છે. જર્મન લક્ઝરી ઓટોમેકર્સ બીએમડબલ્યુ એજી, મર્સિડીઝ બેંજ ગ્રુપ એજી અને ફોક્સવેગન એજીની ઓડી ભારતમાં ૮૦,૦૦૦ ડોલરથી વધુની ઇલેક્ટ્રિક કાર વેચે છે.

 

LEAVE A REPLY