અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને ભારતીય અમેરિકન શકુંતલા એલ ભાયાની અમેરિકાની કાઉન્સિલ ઓફ એડમિનિસ્ટ્રેટિવ કોન્ફરન્સના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે. બાઇડને બુધવારે આની સાથે બીજી કેટલીક નિમણૂકોની પણ જાહેરાત કરી હતી.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ભાયા રાજ્યવ્યાપી ડેલવેર લો ફર્મ લો ઓફિસ ઓફ ડોરોશો, પાસક્વેલે, ક્રાવિત્ઝ એન્ડ ભાયાના સહ-માલિક છે. તેમની ઓફિસ એવા વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કે જેમને બિઝનેસ અને અસુરક્ષિત નિર્ણયોને કારણે મોટું નુકસાન થયું હોય. છેલ્લા સાત વર્ષથી ભાયા ગવર્નર કાર્નીના ન્યાયિક નોમિનેટિંગ કમિશનના સભ્ય છે. કાયદાની પ્રેક્ટિસ કરવા ઉપરાંત ભાયા ડેલવેરની રાજનીતિમાં ખૂબ જ સંકળાયેલા છે.
તેઓ હાલમાં ડેલવેર ડેમોક્રેટિક પાર્ટીની સ્ટેટ એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય છે. ભાયા ડેલવેર ટ્રાયલ લોયર્સ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ છે.
ભાયા અમેરિકન એસોસિએશન ફોર જસ્ટિસ અને અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયનના સભ્ય પણ છે અને મહિલાઓને ચૂંટણીમાં મદદ કરે છે. તેઓ LGBTQ+ સમુદાયના અધિકારો માટે પણ કામ કરે છે.