સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે સમુદ્રમાં ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે રૂ. 978 કરોડના ખર્ચે ત્યાં ‘સિગ્નેચર બ્રિજ’નું નિર્માણ થઇ રહ્યું છે. ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રિજ માટે દરિયાઇ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીમાં આ બ્રિજની 92 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ વર્ષે ઓક્ટોબરના અંત સુધીમાં તેની કામગીરી પૂર્ણ થાય તેવી સંભાવના છે.

પ્રોજેક્ટની વિશેષતાઓ
• બ્રિજની લંબાઇ 2320 મીટર રહેશે, જેમાં 900 મીટર કેબલ સ્ટેઇડ ભાગ રહેશે.
• ઓખા અને બેટ દ્વારકાની બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.
• બ્રિજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
• વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવશે.
• બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
• આ ચાર માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
• ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલથી એક મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રિજ પર લાઇટીંગ માટે કરાશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે અપાશે.
• બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું બનાવાશે.
• બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટીવ લાયટીંગની ગોઠવાશે.

LEAVE A REPLY