24 કલાકમાં 917ના મોત : 11 વર્ષના બાળકનુ મોત

0
484

શુક્રવારે 980 લોકોના મોત નિપજ્યા બાદ 24 કલાકમાં આજે 917 લોકોના મરણ થયા હતા. જે રીતે રોજ 900 કરતા વધુ લોકોના મરણ થાય છે તે મુજબ રવિવારના રોજ કોરોનાવાયરસના કારણે રવિવારે સવારે 10,000નો સીમાચિહ્નરૂપ મરણ આંક આંક પૂરો થશે તેમાં બેમત નથી. વડા પ્રધાન બોરીસ જ્હોન્સન હાલમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન ખૂબ જ સારી પ્રગતિ કરી રહ્યા છે. આજે મરણ પામનાર લોકોની કુલ સંખ્યા 9,875 પર પહોંચી હતી. જ્યારે વધારાના 18,091 પોઝીટીવ પરિક્ષણો બાદ કુલ કેસમાં 5,233ના વધારા થયો હતો અને કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા 78,991 ઉપર પહોંચી છે. આજે 11 વર્ષીય એક બાળકનુ મરણ થયુ હતુ.

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન હોસ્પિટલમાં સારવાર દરમિયાન “ખૂબ જ સારી પ્રગતિ” કરી રહ્યા છે. 55 વર્ષીય નેતા લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટની બહાર શનિવારે  બીજો આખો દિવસ વિતાવ્યો હતો. અને તેઓ આરામના સમયગાળા દરમિયાન ટૂંકા અંતર સુધીનુ  ચાલવા માટે સક્ષમ હતા.

ગઈકાલે થયેલા 980 લોકોના મોત ઇટાલી અને સ્પેનના સૌથી ખરાબ દિવસો કરતા પણ અધિક હતા. એન.એચ.એસ. ઇંગ્લેન્ડના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાકમાં તેમની હોસ્પિટલોમાં 823 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. મોતને ભેટેલ વ્યક્તિમાં સૌથી ઓછી ઉંમર 11 હતી અને સૌથી મોટી વય 102 હતી જે બન્ને લોકો આરોગ્યની સમસ્યાઓ ધરાવતા હતા. જ્યારે મોતને ભેટેલા 33 લોકો 29થી લઇને 94 વર્ષની વયના હતા અને તેમને કોઇ પૂર્વ બીમારી કે આરોગ્યની સમસ્યાઓ નહોતી.

સ્કોટલેન્ડમાં આજે વધુ 47 લોકોના મોત નિપજ્યાં હતા જેની સાથે સ્કોટલેન્ડનમાં મરનાર લોકોની સંખ્યા 542 થઈ હતા. જ્યારે નોર્ધન આયર્લેન્ડમાં આજે વધુ 15 લોકોના મૃત્યુ પછી મરનાર કમનસીબ લોકોની સંખ્યા 107 ઉપર પહોંચી હતી.

એનએચએસ ઇંગ્લેન્ડના મેડિકલ ડિરેક્ટર સ્ટીફન પોવિસે દાવો કર્યો હતો કે યુકે હજી પણ કોરોનાવાયરસ સામેની તેની લડતના ‘રાઉન્ડ વન’ માં છે અને રોગચાળા સામેની લડત સ્પ્રિન્ટ કરતાં વધુ મેરેથોન જેવી હશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે પોલીસને ચેતવણી આપી છે કે તેઓ તેમની નવી બીફ્ડ અપ સત્તાઓનો દુરૂપયોગ ન કરે.

બીજી તરફ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક મેડિક્સ વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો (PPE) વધુ પડતો ઉપયોગ કરે છે તેવુ નિવેદન કરતાં ટોચની નર્સ વચ્ચે વિવાદ થયો હતો. હેનકોકે જાહેર કર્યું હતુ કે મૃત્યુ પામેલા 9,875 લોકોમાંથી 19 એનએચએસના કાર્યકર હતા. તેમણે શનિવારે જાહેર વિનંતી કરી હતી કે ‘’રાષ્ટ્ર રોગચાળાના સંકટકાળમાં પ્રવેશે છે તેથી લોકોએ બહાર ન જવું જોઈએ. જો કે યુકે રોગચાળાની ટોચ પર પહોંચ્યું છે કે કેમ તે સ્પષ્ટ નથી પરંતુ હોસ્પિટલમાં પ્રવેશતા દર્દીઓની સંખ્યા સ્થિર થઇ ગઇ છે.’’

વૈજ્ઞાનિકોએ પણ 10,000 લોકોના મૃત્યુ બાદ ગંભીરતા પારખી લોકોને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી. લગભગ 18 મહિના સુધી વાયરસની રસી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી સામાન્ય જનજીવન અટકેલુ રહેશે એમ અધિકારીઓએ શુક્રવારની રાત્રે જણાવ્યું હતું. જેમને લક્ષણો હોય તેમને ઘરેથી કામ કરવાની અને સાત દિવસ ઘરે રોકાવાની સલાહ આગામી વર્ષે પણ રહેશે. મિનીસ્ટર્સ થોડાક અઠવાડિયાઓની અંદર શાળાઓ અને દુકાનો ખોલવા દઇ લોકડાઉનને હળવો કરવા માંગે છે.

પરંતુ વરિષ્ઠ સરકારી સૂત્રો કહે છે કે એકમાત્ર સાચી ‘એક્ઝિટ વ્યૂહરચના’  રોગ સામેની રસી અથવા તેની સારવાર છે. બીજી તરફ એક અધિકારીએ ધ ટેલિગ્રાફને કહ્યું હતું કે બ્રિટન્સ પર મુકવામાં આવેલા સામાજિક અંતરનાં પગલાં ‘અનિશ્ચિત’ હોઈ શકે છે.