ભારતમાં યોજાઇ રહેલી લોકસભાની ચૂંટણીના અંતિમ સાતમા તબક્કામાં 08 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 904 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 1 જૂનના રોજ 57 સંસદીય ક્ષેત્રોમાં મતદાન યોજાશે. અંતિમ તબક્કાની કુલ 57 બેઠકો પર કુલ 2105 ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. દાખલ કરાયેલા તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી પછી, 954 પત્રો માન્ય હોવાનું જણાયું હતું. સાતમા તબક્કામાં, પંજાબમાં 13 સંસદીય મતવિસ્તારોમાંથી સૌથી વધુ 598 નોમિનેશન ફોર્મ હતા, ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં 13 સંસદીય મતવિસ્તારોમાં 495 નોમિનેશન હતા. બિહારના જહાનાબાદ સંસદીય મતવિસ્તારમાં સૌથી 73 પત્રો ભરાયા થયા, પંજાબના લુધિયાણા સંસદીય મતવિસ્તારોમાંથી 70 નોમિનેશન ફોર્મ્સ પ્રાપ્ત થયા હતા.

LEAVE A REPLY