યુકેમાં એક સ્થાનિક હેલ્થ બોર્ડ આવનારા ચાર વર્ષ દરમિયાન હેલ્થ વર્કર્સની અછત નિવારવા માટે 900થી વધુ વિદેશી નર્સોની ભરતી કરવાનું આયોજન કર્યું છે. આ નર્સોમાં મોટાભાગની ભરતી ભારતના કેરળથી થઈ શકે છે. બ્રિટિશ મીડિયા રિપોર્ટ મુજબ, સ્વાનસી બે યુનિવર્સિટી હેલ્થ બોર્ડ વર્તમાન નાણાકીય વર્ષમાં જુદા જુદા દેશોમાંથી 900 નર્સોની નિયુક્તિ કરશે.
હેલ્થ બોર્ડ લગભગ 4200 નર્સો અને મદદનીશોની નિયુક્તિ કરે છે. રીપોર્ટ મુજબ 1322 નર્સો અને મદદનીશો વર્તમાનમાં 51 વર્ષથી વધુ વયની છે, જે ટૂંક સમયમાં અથવા આવનારા વર્ષોમાં નિવૃત્ત થઈ શકે છે. બીબીસીની રિપોર્ટ મુજબ હેલ્થ બોર્ડ, સ્વાનસી અને નીથ પોર્ટ ટેલબોટમાં એનએચએસ સેવાઓની જવાબદારી સંભાળે છે. આ ભરતી ફિલિપાઈન્સ, આફ્રિકા અને કેરેબિયનની સાથે-સાથે ભારતમાંથી કરવામાં આવશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2023-24માં 350 વિદેશી નર્સોને નિયુક્ત કરવા માટે લગભગ 4.7 મિલિયન પાઉન્ડનો ખર્ચ આવશે. પરંતુ તેનાથી એજન્સી અને નર્સિંગ બેંકના ખર્ચમાં 1.5 મિલિયન પાઉન્ડની બચત થશે.
આ રીપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વિદેશી નર્સોને શરૂઆથમાં 27055 પાઉન્ડનું વેતન અપાશે, સાથે બેન્ડ 5 કોન્ટ્રાક્ટની ઓફર કરવામાં આવી હતી. હેલ્થ બોર્ડના પ્રતિનિધિઓ તાજેતરમાં કેરળના કોચિનની મુલાકાતે ગયા હતા અને 107 નર્સોની નિયુક્તિ કરીહતી, જેમાંથી કેટલીક નર્સોનો અનુભવ 15 વર્ષનો હતો.