. (PTI Photo)

જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે આતંકવાદીઓના હુમલા પછી તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકતા ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હતા અને 41 ઘાયલ થયા હતાં. બસ શિવ ખોરી ગુફા મંદિર તરફ જઈ રહી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.  આતંકવાદીઓએ ગોળીબાર કરતાની સાથે જ બસ ખીણમાં પડી ગઈ હતી.

મૃતકોમાં બે વર્ષના બાળક સહિત ચાર રાજસ્થાનના વતની અને ત્રણ ઉત્તર પ્રદેશના વતની હતાં. કુલ 41 યાત્રાળુઓમાં 10ને ગોળી વાગી હતી.

રિયાસીના જિલ્લા મેજિસ્ટ્રેટ વિશેષ મહાજને જણાવ્યું હતું કે નવ શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 41 ઘાયલ થયા છે. પ્રારંભિક અહેવાલો મુજબ આતંકવાદીઓએ પેસેન્જર બસ પર ગોળીબાર કર્યો હતો… ફાયરિંગને કારણે બસ ડ્રાઇવરે બસનું સંતુલન ગુમાવ્યું હતું અને તે ખીણમાં પડી હતી. આ ઘટનામાં 41 લોકો ઘાયલ થયા હતા. બચાવ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. યાત્રીઓની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. બસ શિવ ખોરી મંદિરથી માતા વૈષ્ણો દેવી મંદિર તરફ જતી હતી ત્યારે તેના પર હુમલો થયો હતો.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ રિયાસી જિલ્લામાં બસ પર થયેલા આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકોના નજીકના સંબંધીઓ માટે 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઇજાગ્રસ્તો માટે રૂ.50000ની સહાયની જાહેરાત કરાઈ હતી.

 

LEAVE A REPLY