રિઝર્વ બેન્કે રૂ,૨,૦૦૦ની ચલણી નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરી ત્યારથી અત્યાર સુધીમાં ૮૮ ટકા નોટ બેન્કોમાં પરત આવી ચૂકી છે. RBIએ મંગળવારે જણાવ્યું હતું કે, બેન્કિંગ સિસ્ટમમાં રૂ.૩.૧૪ લાખ કરોડની બેન્ક નોટ લોકોએ પાછી આપી છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ રૂ.૨,૦૦૦ની કુલ રૂ.૩.૬૨ લાખ કરોડની કરન્સી નોટ સિસ્ટમમાં હતી. તે ઘટીને ૧૯ મે, ૨૦૨૩ના રોજ રૂ. ૩.૫૬ લાખ કરોડ થઈ હતી.
બેન્કોએ આપેલા ડેટા મુજબ ૩૧ જુલાઇ, ૨૦૨૩ સુધીમાં રૂ.૨,૦૦૦ની કુલ રૂ.૩.૧૪ લાખ કરોડની નોટ પરત આવી છે. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે, “૩૧ જુલાઇના રોજ સર્ક્યુલેશનમાં રૂ.૨,૦૦૦ની બેન્ક નોટનું મૂલ્ય હવે રૂ.૦.૪૨ લાખ કરોડ રહ્યું છે. ૧૯ મેથી અત્યાર સુધીમાં રૂ. ૨,૦૦૦ની ૮૮ ટકા નોટ પરત આવી ચૂકી છે.” રૂ.૨,૦૦૦ની પરત મળેલી બેન્ક નોટ્સમાં લગભગ ૮૭ ટકા કરન્સી લોકોએ બેન્કોમાં જમા કરાવી છે.