ગુજરાતના કચ્છ જિલ્લામાંથી આશરે રૂ.800 કરોડનું 80 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરાયું હતું. પ્રાથમિક તપાસ મુજબ આ ડ્રગ્સ કોકેઇન છે. ગુરુવારે ગાંધીધામ બંદરથી લગભગ 30 કિમી દૂર મીઠી રોહર ગામમાં દરિયાકાંઠે બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. પોલીસને એક-એક કિગ્રાના 80 પેકેટ્સ મળ્યા હતા.
કચ્છ (પૂર્વ)ના પોલીસ અધિક્ષક સાગર બાગમારે જણાવ્યું હતું કે આ રિકવરીથી આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓની નવી મોડસ ઓપરેન્ડીની પુષ્ટિ થઈ છે જેમાં તેઓ સ્થાનિક રીસીવરોને કન્સાઈનમેન્ટ સીધું સોંપતા નથી પરંતુ અલગ-અલગ સ્થળોએ સ્ટોક છોડી દે છે અને પછી રિસીવરના માણસો તેમને ઉપાડે છે.
ડ્રગ્સની હેરાફેરીમાં કચ્છનો વિશાળ દરિયાકાંઠો ટ્રાન્ઝીટ પોઈન્ટ બની ગયો હોય તેમ લાગે છે. ગાંધીધામથી આઠેક કિલોમીટર દૂર મીઠીરોહર ગામ પાસેની ખાડીમાંથી કોકેઈનના એક-એક કિલોના ૮૦ પેકેટ્સ મળી આવ્યાં હતા. પોલીસે એકાદ મહિના પહેલાં જ મીઠીરોહર વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ કર્યું હતું. આ કોમ્બિંગના થોડા દિવસ પછી જ પોલીસને મળેલી પાક્કી બાતમીના આધારે પૂર્વ કચ્છ પોલીસની ટીમે મીઠીરોહર ખારી તરીકે ઓળખાતાં ખાડી વિસ્તારમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું.
કચ્છ પોલીસે એકાદ મહિના અગાઉ ગાંધીધામથી આઠ કિલોમીટર દૂર દરિયાકાંઠાના મીઠીરોહર ગામ અને આસપાસના વિસ્તારમાં વ્યાપક કોમ્બિંગ હાથ ધર્યું હતું. અંદાજે ૨૦૦ લોકોને તપાસ્યાં પછી પોલીસના સ્થાનિક સોર્સ ઉભા થયાં હતાં તેમાંથી બાતમીના આધારે ડ્રગ્સનો આ જથ્થો પકડાયો હતો.