થાઈલેન્ડના પત્તાયામાં સોમવારે જુગાર રમતા 80 ભારતીયોની ધરપકડ કરાઈ હતી. પોલીસે અગાઉની બાતમીને આધારે હોટેલ પર દરોડા પાડ્યા હતા. 27 એપ્રિલથી 1 મે સુધી આ હોટેલમાં ઘણા ભારતીય નાગરિકોએ રૂમ બુક કર્યા હોવાની બાતમી મળ્યા બાદ દરોડો પાડવામાં આવ્યો હતો. તેમણે જુગાર રમવા માટે મીટિંગ રૂમ પણ ભાડે રાખ્યો હતો.

પોલીસ મધ્યરાત્રિએ હોટેલ પર પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં જુગારીઓ બક્કારા અને બ્લેકજેક રમતા હતા. પોલીસને જોઈને તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સફળતા મળી ન હતી. પોલીસે 93 લોકોની અટકાયત કરી હતી. જેમાંથી 83 ભારતીય, 6 થાઈ અને 4 મ્યાનમારના નાગરિકો હતો.

પોલીસે ચાર બેકારેટ ટેબલ, ત્રણ બ્લેકજેક ટેબલ, કાર્ડના 25 સેટ, રૂ.160,000, આઠ ક્લોઝ-સર્કિટ કેમેરા, 92 મોબાઈલ ફોન, ત્રણ નોટબુક કોમ્પ્યુટર, એક આઈપેડ અને ત્રણ કાર્ડ ડીલર મશીનો જપ્ત કર્યા હતા.પોલીસે જણાવ્યું કે આ ઘટનાની માસ્ટરમાઈન્ડ 32 વર્ષીય યુવતી હતી. તેણે કબૂલ્યું હતું કે તેણે જુગાર રમવા માટે જગ્યા અને જુગારીઓને રહેવા માટે રૂમની વ્યવસ્થા કરી હતી.

LEAVE A REPLY