આ મહિને પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી પહેલા એક મોટી જાહેરાત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે તેમની સરકારે ગરીબો માટે મફત રાશન યોજનાને વધુ પાંચ વર્ષ લંબાવવાનો નિર્ણય કર્યો છે.
વડાપ્રધાને છત્તીસગઢના દુર્ગમા ચૂંટણીસભામાં જણાવ્યું હતું કે “મેં નક્કી કર્યું છે કે ભાજપ સરકાર દેશના 80 કરોડ ગરીબ લોકોને મફત રાશન આપવાની યોજનાને આગામી 5 વર્ષ સુધી લંબાવશે. તમારો સ્નેહ અને આશીર્વાદ મને આવા નિર્ણયો લેવાની શક્તિ આપે છે.” કેન્દ્રએ ગયા વર્ષે ડિસેમ્બરમાં જાહેરાત કરી હતી કે તે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 81 કરોડથી વધુ લોકોને એક વર્ષ માટે મફત અનાજ આપશે.