ગુજરાતમાં જ્યાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે તેવા કુલ ૧૨૭ વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ છે. જેમાં ૧.૭૯ લાખ ઘરની ૮.૫૦ લાખ વસતીનો સમાવેશ થાય છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧૫ ‘ક્લસ્ટર’ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલા ૩૯૭૪ ઘર ક્લસ્ટરમાં છે અને તેમાં ૧૫૭૨૮ વસતીનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાંથી ગુલબાઇ ટેકરામાં સૌથી વધુ ૭૫૪૪ની વસતી કન્ટેઇન્મેન્ટ હેઠળ છે. અમદાવાદ ગ્રામ્યમાં ૩૯૯૦ ઘરની કુલ ૧૫૧૪૪ વસતી કન્ટેઇન્મેન્ટમાં છે.
આ સિવાય આણંદમાંથી પાંચ, બનાસકાંઠામાંથી ૩ કન્ટેઇન્મેન્ટ હેઠળ છે. સમગ્ર ગુજરાતમાંથી સૌથી મહાનગરોમાં સૌથી વધુ વિસ્તાર કન્ટેઇન્મેન્ટમાં આવેલા છે. જેમાં રાજકોટમાંથી ૭, સુરતમાંથી ૧૦, વડોદરામાંથી પાંચ, ગાંધીનગરમાંથી ૩, ભાવનગરમાંથી ૩ ‘ક્લસ્ટર’ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં જે વિસ્તાર ક્લસ્ટર હેઠળ છે
તેમાં રાંદેર, બેગમપરા, મીઠી ખાડી/આઝાદ ચોક, રામપુરા, એલએચ રોડ, વેસુ, બરોડા પ્રેસ્ટેજ, માનદરવાજા, ખાનસાહેબનું ભાથું, સોંગેરવાડ, સ્વામિનારાયણ નગર/પાંડેસરાો સમાવેશ થાય છે. વડોદરામાંથી બહાર કોલોની, તાંદળજા, કુરેશી પાર્ક, આનંદ નગર-સત્યમ ફ્લેટ, નાગરવાડા-સૈયદપુરા ક્લસ્ટર હેઠળ છે. સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૭ ક્લસ્ટર છે અને તેમાં ૧,૭૯,૭૭૮ ઘરની ૮,૫૦,૬૭૨ની વસતીનો સમાવેશ થાય છે.