કોરોનાવાયરસના કારણે દૈનિક મૃત્યુની સંખ્યા સતત ચોથા દિવસે 800થી નીચે રહી છે. આજે તંદુરસ્ત 20 વર્ષીય મહિલાના મોત સહિત છેલ્લા 24 કલાકમાં કુલ 761 લોકોના મરણ થયા હતા. જ્યારે નવા ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા 12% ઘટીને 4,600 થઇ હતી. આજે મરણનો કુલ આંક 12,868 થયો હતો.
આ આંકડો યુકેના વિવિધ દેશો દ્વારા આપવામાં આવેલા આંક કરતા થોડો ઓછો છે. ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડના આંક મુજબ જનો મરણઆંક 801 ને કુલ મરણઆંક 12,958નો છે. પરંતુ ચારે સરકારો વિવિધ સમયે પોતાનો ડેટા રેકોર્ડ કરતી હોવાથી તે સત્તાવાર આંક સાથે મેળ ખાતી નથી.
એનએચએસ ઇંગ્લેન્ડે વધુ 651 લોકોના મોતની ઘોષણા કરી હતી. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 110 લોકોના મોત નિપજ્યા હોવાનુ જાહેર કરાયુ હતુ. સ્કોટલેન્ડમાં આજે વધુ 84, વેલ્સ 60 અને નોર્ધન ઉત્તરી આયર્લેન્ડમાં છ મળી કુલ 150ના મોતની ઘોષણા કરવામાં આવી હતી.
ગઈકાલે એવો ડર ઉભો થયો હતો કે બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુની પામેલા લોકોની સંખ્યા 50 ટકા જેટલી વધારે હોઈ શકે છે. કારણ કે હોસ્પિટલોમાં મોતની નોંધણી કરવામાં બેકલોગ છે અને કેર હોમ્સ અને હોસ્પિસના મોતનો સમાવેશ કરવામાં નિષ્ફળ રહ્યા છે.
- વૃદ્ધો એકલા મૃત્યુ પામે છે તેવા આઘાતજનક અહેવાલો વચ્ચે, સંતાનો અને સંબંધીઓને સગાસંબંધીઓને અંતિમ વખત મળવા દેવા કેર હોમ્સને આદેશ આપવામાં આવ્યો છે.
- બ્રિટનમાં કોવિડ-19ના કારણે મૃત્યુની સાચી સંખ્યા 19,500 હોવાનો અંદાજ છે.
- આર્થિક મંદીના માહોલ વચ્ચે કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના માટે મિનીસ્ટર પર ભારે દબાણ છે.
- બીજા વિશ્વયુદ્ધના 99 વર્ષના હીરો કેપ્ટન ટોમ મૂરે NHSના ‘બહાદુર નર્સો અને ડોકટરો’ માટે £7.5 મિલિયન કરતાં વધુ એકત્ર કર્યા છે.
- ઑક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ રસીના પરીક્ષણો આવતા અઠવાડિયે મનુષ્ય પર શરૂ થશે અને તે રસી ઓટમ પહેલા તૈયાર થઈ જશે તેવી જાહેરાત કરી છે.
- એવો દાવો કરવામાં આવે છે કે ચાઇનીઝ નેતાઓએ કોરોનાવાયરસ સંકટ વિષે તા. 14 જાન્યુઆરીના રોજ ખબર પડી ગઇ હતી કે તેઓ આરોગ્યની મોટી કટોકટીનો સામનો કરી રહ્યા છે પણ રાષ્ટ્રપતિ શીએ 20 જાન્યુઆરીએ જ લોકોને ચેતવણી આપી હતી.
- ડબ્લ્યુએચઓ નિષ્ણાંતે ચેતવણી આપતાં કહ્યું હતું કે ‘’આફ્રિકા ખંડમાં તબાહી થઇ શકે છે અને ભારત પર હિમપ્રપાતનુ તોફાન આવી શકે છે. યુ.એસ. અને યુરોપમાં કોરોનાવાયરસ ચાર વખત ઉથલા મારી શકે છે.’’
- રોગચાળાએ વિશ્વભરના બે મિલિયનથી વધુ લોકોને ચેપ લગાડ્યો છે પરંતુ નિષ્ણાતો માને છે કે સાચા આંકડા ઘણા લોકોએ ક્યારેય તપાસ્યા નથી, કેમ કે તેમના લક્ષણો હળવા છે.
- જર્મનીમાં કોરોનાવાયરસથી થતા મૃત્યુમાં નોંધપાત્ર વધારો હોવા છતાં, એવી અપેક્ષા છે કે જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ટૂંક સમયમાં દુકાનો અને શાળાઓને ફરીથી ખોલવાની મંજૂરી આપશે.
- આગામી મહિનાની શરૂઆતમાં પ્રાથમિક શાળાઓ અને તમામ દુકાનો ખોલવા દેવા બાબતે કેબિનેટમાં જોરશોરથી તકરાર ચાલી રહી છે.
- ત્રણ મહિનાનુ લોકડાઉન કરવામાં અવશે તો જીડીપી 35 ટકા તૂટી જશે અને બે મિલિયન લોકો તેમની નોકરી ગુમાવશે અને મંદી 300 વર્ષના ઇતિહાસમાં સૌથી ખરાબ રહેશે.
- ડેનમાર્ક આજે શાળાઓ ફરી શરૂ કરનારો યુરોપનો પ્રથમ દેશ બન્યો છે અને આગલા તબક્કામાં રેસ્ટોરન્ટ્સ અને હેરડ્રેસરને દુકાનો ખોલવાની મંજૂરી આપશે. જોકે મોટા જાહેર મેળાવડા પરનો પ્રતિબંધ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
- રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત સ્પેન અને ઇટાલીમાં બિલ્ડરો, સફાઇ કામદારો, બાંધકામ, ફેક્ટરી અને શિપયાર્ડના કર્મચારીઓને ફરીથી કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે મેટ્રો, ટ્રેન અને બસ નેટવર્ક પર લાખો માસ્ક આપ્યા હતા.