આ વસંત ઋતુમાં યુકેમાં વસતા 75 વર્ષથી વધુ વયના અને સૌથી વધુ સંવેદનશીલ એવા 12 વર્ષથી વધુ વયના તમામ લોકોને વધારાનો કોવિડ બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.
યુકેના વેક્સીન સલાહકારોએ કહ્યું હતું કે વધારાનો ડોઝ ગંભીર કોવિડ-19 સામેના તેમના રક્ષણને વધારવામાં મદદ કરશે. ઓટમમા તેમનો નવીન શોટ મેળવનાર વૃધ્ધોની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે. અત્યાર સુધી, માત્ર ગંભીર રીતે નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો જ ચોથા ડોઝ માટે પાત્ર હતા. આ નવો ડોઝ અગાઉના ડોઝના છ મહિના પછી આપવામાં આવશે.
યુકેમાં 75 વર્ષથી વધુ વયના લગભગ 7.2 મિલિયન લોકો વસે છે.