(@narendramodi via PTI Photo)

અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના બાવળીયાળી ગામ ખાતે સંત નગાલાખા બાપા ધામની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ગુરુવારે ગોપાલક સમાજની 75000 હજાર કરતા વધુ બહેનોએ પરંપરાગત હુડા રાસ રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયાએ પોતાની બુકમાં રેકોર્ડની નોંધ લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઠાકર ધામ જગ્યાના મહંત પ.પૂ.1008 રામબાપુને એવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભરવાડ સમાજના સભ્યોને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તેમણે બાવળીયાળી ધામને શ્રદ્ધા, સંસ્કૃતિ અને ધર્મનું સ્થળ ગણાવ્યું.

બાવળીયાળી ઠાકરધામ ખાતે રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલી રહેલી શ્રીમદ ભાગવત ગોપ જ્ઞાન ગાથા પ્રસંગે આજે 2 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.  આ પ્રસંગે મુખ્યપ્રધાનનું પાઘડી, બંડી પહેરાવી અને ડાંગ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં અનેક ખ્યાતનામ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કંઠે રજૂ કરેલા ગીતો ઉપર બહેનોએ હુડા રાસની રમઝટ બોલાવી હતી.

LEAVE A REPLY