Close up of woman's hand writing on paper with a pen

ગુજરાતમાં બુધવાર31મેએ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું હતુંજે 2022ની સરખામણીમાં 13 ટકા ઓછું આવ્યું છે.  ગત વર્ષે 2022માં લેવાયેલી ઘો.12નું પરિણામ 86.91 ટકા આવ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ પરિણામ આ  કચ્છ જિલ્લાનું પરિણામ આવ્યું હતું. કચ્છ જિલ્લાનું પરિણામ 84.59 ટકા નોંધાયું હતુંજ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા રહ્યું હતું. સૌથી ઓછુ 36.28 ટકા પરિણામ ધરાવતું કેન્દ્ર દેવગઢબારીયા રહ્યુ હતું.  

ધો-12માં આ વખતે કુલ 4,77,392  વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી  3,49,792  વિદ્યાર્થીઓ પાસ થયા હતાં. રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની પ્રથમ ભાષા ગુજરાતીમાં કુલ 91.99% વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેની સામે અંગ્રેજી ભાષામાં 94.38% ઉતીર્ણ થયા હતા ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા 423908 હતી સામે અંગ્રેજી ભાષાની સંખ્યા 41995 હતી. 

LEAVE A REPLY