7,000 layoffs at Disney
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રની કંપની વોલ્ટ ડિઝનીએ બુધવારે મોટાપાયે પુનર્ગઠનના ભાગરૂપે નોકરીમાં 7,000નો કાપ મૂકવાની જાહેરાત કરી હતી. કંપની તેના બિઝનેસને નફાકારક બનાવવા માટે અને ખર્ચમાં 55 બિલિયન ડોલરની બચત કરવા માટે નવા સીઇઓ બોબ ઇગરના વડપણ હેઠળ એક યોજના બનાવી છે. નોકરીમાં આ કાપ ડિઝનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના 3.6 ટકા છે.

ઓક્ટોબરના આંકડા મુજબ કંપનીના આશરે 2.20 લાખ કર્મચારો છે, જેમાં 1.66 લાખ અમેરિકામાં છે.કંપની ત્રણ સેગમેન્ટમાં બિઝનેસનું વિભાજન કરશે.જેમાં કંપનીનો પહેલો હિસ્સો ડિઝની એન્ટરટેઇનમેન્ટનો હશે, જેમાં તેના મોટા ભાગના સ્ટ્રિમિંગ અને મિડિયા ઓપરેશન્સ સામેલ થશે. બીજું સેગમેન્ટ ESPN ડિવિઝનનો હશે, જેમાં ટીવી નેટવર્ક અને ESPN+ સ્ટ્રિમિંગ સર્વિસ હશે. જ્યારે ત્રીજું સેગમેન્ટ પાર્કસ, એક્સપિરિયન્સિસ અને પ્રોડક્ટ યુનિટનો હશે.

કંપનીએ 550 કરોડ ડોલરના ખર્ચ ઘટાડવાનો જે નિર્ણય લીધો છે, એમાં 300 કરોડ ડોલરના ખર્ચ સ્પોર્ટ્સને છોડીને બાકીના કન્ટેન્ટથી કરવામાં આવશે. આ સિવાય 250 કરોડ ડોલરનો ખર્ચ નોન-કન્ટેન્ટથી ઓછો કરવામાં આવશે. કંપનીના જણાવ્યા મુજબ 100 કરોડ ડોલરના ખર્ચનો કાપ પાછલા ત્રિમાસિકથી કામ શરૂ થઈ ચૂક્યું છે.

LEAVE A REPLY