People above the age of 70 are required to renew their driving license
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

DVLAએ ચેતવણી આપી છે કે, 70 અને તેથી વધુ ઉંમરના ડ્રાઇવરોએ દર ત્રણ વર્ષે તેમના લાયસન્સને રિન્યુ કરાવવું પડશે અથવા તેમને £1,000 સુધીનો દંડ થઈ શકે છે અને વાહન પણ જપ્ત થઈ શકે છે. જે લોકો લાયસન્સ રીન્યુ નહિં કરાવે તેમને 70મા જન્મદિવસ પછી વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હાલમાં યુકેમાં 70 અને તેથી વધુ વયના લગભગ 10 મિલિયન ડ્રાઇવરો છે. જે લોકો લાયસન્સ રીન્યુ કરાવતા નથી અને ડ્રાઇવિંગ ચાલુ રાખે છે જે એક ગંભીર ગુનો છે. આવા લોકોએ 70મા જન્મદિવસના 90 દિવસ પહેલા DVLAનો સંપર્ક કરી એક ફોર્મ  – એપ્લિકેશન D46P મેળવવાનું રહે છે. આજ ફોર્મ પોસ્ટ ઓફિસમાંથી પણ મેળવી શકાય છે. જેને ભરીને DVLAને મોકલવાનું રહે છે.

આ ફોર્મ ઑનલાઇન ભરવું વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત છે અને ફોર્મ ભર્યાના એક સપ્તાહમાં જ નવુ લાયસન્સ રીન્યુ થઇને આવી જાય છે. જો તમે DVLA સાથે રજીસ્ટર્ડ ન હો તો પહેલી વખત નોંધણી કરાવવી પડે છે. રીન્યુ કરાવવા માટે તમારી પાસે ઈમેલ એડ્રેસ, છેલ્લા 3 વર્ષથી જ્યાં રહેતા હો તે સરનામુ, એનઆઇ નંબર, માન્ય UK પાસપોર્ટ નંબર (જો તમે લાઇસન્સનો ફોટો બદલવા માંગતા હો તો) હોવા જરૂરી છે. લાયસન્સ રીન્યુ થઇને આવે ત્યાં સુધી તમે વાહન ચલાવી શકો છો. ડ્રાઇવિંગ ચાલુ રાખવા માટે તમારા ડૉક્ટરની પરવાનગી હોય તે જરૂરી છે.

LEAVE A REPLY