7 killed in Pakistan violence after Imran's arrest
. (ANI Photo)

પાકિસ્તાનમાં મંગળવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન પ્રાંતમાં બુધવારે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આર્મી તૈનાત કરવામાં આવી હતી.

મંગળવારે ભ્રષ્ટાચારના કેસમાં ખાનની નાટકીય ધરપકડ બાદ પંજાબ પ્રાંતમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના સમર્થકો દ્વારા ઓછામાં ઓછી 14 સરકારી ઇમારતો/ઇન્સ્ટોલેશન્સને આગ લગાડવામાં આવી હતી.

કાયદા અમલીકરણ એજન્સીઓએ અત્યાર સુધીમાં એકલા પંજાબમાં મહિલાઓ સહિત 1,150 પીટીઆઈ સમર્થકોની ધરપકડ કરી છે. પીટીઆઈના મહાસચિવ અસદ ઉમર, પંજાબના પૂર્વ ગવર્નર ઓમર સરફરાઝ ચીમા અને પીટીઆઈના ઉપાધ્યક્ષ શાહ મહમૂદ કુરેશીની પણ બુધવારે ધરપકડ કરવામાં આવી હતી.

મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના ચીફ ઈમરાન ખાનની રેન્જર્સએ ધરપકડ કરી લીધી હતી. બુધવારે ઈમરાનને હાઈકોર્ટમાં રજૂ કરાયા હતા. ઈરમાન હાલમાં નેશનલ અકાઉન્ટબિલિટી બ્યૂરો (NAB)ની કસ્ટડીમાં છે.

ઇમરાન ખાનના સમર્થકોએ તેમની ધરપકડના વિરોધમાં વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. પાર્ટીના કાર્યકરો ઈન્સાફ હાઉસ, પીટીઆઈની મુખ્ય ઓફિસ, કરાચીમાં, પેશાવર અને લાહોરમાં એકઠા  થવા લાગ્યા હતા. રાવલપિંડી અને ઈસ્લામાબાદના રસ્તાઓ પર પણ કામદારો જોવા મળ્યા હોવાના અહેવાલ છે. ઇમરાન ખાનના સમર્થકો લાહોરમાં આર્મી કમાન્ડરોના નિવાસસ્થાનના કમ્પાઉન્ડમાં ઘૂસ્યાં હતા. તેમણે રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. પેશાવરમાં રેડિયો પાકિસ્તાનની ઈમારતને પણ આગ લગાડવામાં આવી છે. ઇસ્લામાબાદ ઉપરાંત, રાવલપિંડી, લાહોર, કરાચી, ગુજરાંવાલા, ફૈસલાબાદ, મુલતાન, પેશાવર અને મર્દાનમાં વિરોધ પ્રદર્શન શરૂ થયાં થયાં હતા.

અલ-કાદિર ટ્રસ્ટ મામલે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના NABના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરી દેવાયા છે. તો બીજી તરફ PMOમાં યોજાયેલી હાઈ લેવલ મિટિંગમાં દેશમાં ઈમરજન્સી લગાવવાની પણ ચર્ચા ચાલી રહી છે. લાહોર અને પેશાવરમાં સ્થિતિ બેકાબુ બની ગઈ છે. જ્યારે પંજાબમાં પણ પાકિસ્તાની સૈનિકો ખડકી દેવાયા છે. તો બીજી તરફ PTIનો દાવો છે કે, અત્યાર સુધીમાં 46ના મોત થયા છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડને લઈને હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય કહ્યો છે.

 

LEAVE A REPLY