ગાંધીનગરમાં 10-12 જાન્યુઆરીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલા ગુજરાત સરકારે ઉર્જા, તેલ અને ગેસ, કેમિકલ અને અન્ય ક્ષેત્રોમાં 58 કંપનીઓ સાથે 7.17 લાખ કરોડ ($86.07 બિલિયન)ના પ્રારંભિક રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કરનારી કંપનીઓમાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાનો સમાવેશ થાય છે, જેને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ, એક સંકલિત સ્ટીલ પ્લાન્ટ અને રાજ્યમાં તેની હાલની સ્ટીલ ઉત્પાદન ક્ષમતાના વિસ્તરણ માટે રૂ. 1.14 લાખ કરોડના ($13.68 બિલિયન)ના રોકાણની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડે 15 ગીગાવોટ (GW) રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવવા અને કૃષિ ક્ષેત્રની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા પ્રોજેક્ટ બનાવવા માટે 900 અબજ રૂપિયા ($10.80 બિલિયન)ના રોકાણની દરખાસ્ત કરી હતી, એમ ઉદ્યોગ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
ટોરેન્ટ પાવર 3,450 મેગાવોટ અને 7,000 મેગાવોટ ક્ષમતાના સોલર પાવર પ્રોજેક્ટ, ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ અને બનાવવા માટે 474 અબજ રૂપિયા ($5.69 બિલિયન)ના રોકાણ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં રૂપિયા 7 લાખ 17 હજાર કરોડના સંભવિત રોકાણ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની આ ગૌરવપૂર્ણ ઘટનાને રાજ્યના ઈતિહાસની સિદ્ધિ ગણાવી હતી. આ સમિટની સતત સફળતાને કારણે ગુજરાત દેશ અને વિશ્વના રોકાણકારો માટે રોકાણનું પ્રિય સ્થળ બની ગયું છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટમાં સાઇન થનાર એમઓયુના અમલીકરણથી ગુજરાતમાં રોજગારી અને આર્થિક પ્રગતિની ઘણી તકો ઉભી થઇ છે. ઉદ્યોગોમાં રોકાણ કરવા આવતા રોકાણકારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તે માટે રાજ્ય સરકાર સક્રિય અભિગમ સાથે મદદ કરવા તૈયાર છે. નાણા અને ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂત, રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી આ એમઓયુ હસ્તાક્ષર દરમિયાન હાજર રહ્યાં હતા.