મુંબઈમાં 30 ઓગસ્ટની સાંજે 67મા ફિલ્મફેર અવોર્ડ સમારંભમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ને બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર) અવોર્ડ મળ્યો હતો. 67મા ફિલ્મફેર અવોર્ડના હોસ્ટ રણવીર સિંહ અને વિકી કૌશલ સહિતના એક્ટર હાજર રહ્યાં હતા. વિવિધ સેલિબ્રિટીઝ ઉપરાંત ફિલ્મફેર અવોર્ડમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહ્યા હતા. બે વર્ષ પછી ફિલ્મફેર અવોર્ડનો સમારંભ યોજાયો હતો.
વિવિધ કેટેગરીમાં અવોર્ડ વિજેતા
બેસ્ટ ફિલ્મ (પોપ્યુલર)- શેરશાહ
બેસ્ટ ડાયરેક્ટર- વિષ્ણુ વર્ધન (‘શેરશાહ’)
બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)- વિદ્યા બાલન (‘શેરની’)
બેસ્ટ એક્ટર (ક્રિટિક્સ)- વિકી કૌશલ (‘સરદાર ઉધમ’)
બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (ફીમેલ)- ક્રીતિ સેનન (‘મિમી’)
બેસ્ટ એક્ટર ઈન અ લીડિંગ રોલ (મેલ)- રણવીર સિંહ (’83’)
બેસ્ટ સિંગર (મેલ)- બી પ્રાક
બેસ્ટ સિંગર (ફીમેલ)- અસીસ કૌર
બેસ્ટ સોન્ગ- કૌસર મુનીર (લહેરા દો, ’83’)
બેસ્ટ એક્શન- સ્ટીફન રિક્ટર અને સુનીલ રોડ્રિગ્સ (‘શેરશાહ’)
બેસ્ટ સિનેમેટોગ્રાફી- અવિક મુખોપાધ્યાય (‘સરદાર ઉધમ’)
બેસ્ટ કોશ્ચ્યૂમ- વીરા કપૂર (‘સરદાર ઉધમ’)
બેસ્ટ એડિટિંગ- એ શ્રીકર પ્રસાદ (‘શેરશાહ’)
બેસ્ટ ડેબ્યૂ (મેલ)- એહાન ભટ્ટ (’99 સોન્ગસ’)
બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ)- શરવરી વાઘ (‘બંટી ઔર બબલી’)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (ફીમેલ)- સાઈ તમહાન્કર (‘મિમી’)
બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ (મેલ)- પંકજ ત્રિપાઠી (‘મિમી’)