કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિયેશન દ્વારા તાજેતરમાં કેનેડાના હેલિફેક્સ ખાતે 65મી કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ગુજરાતમાંથી ડેલિગેટ તરીકે ગુજરાત વિધાનસભાનાં અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય અને ઓબ્ઝર્વર તરીકે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષભાઇ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ત્યાં કોમનવેલ્થ દેશોના મહિલા પ્રતિનિધિઓની ‘7મી કોમનવેલ્થ વુમન પાર્લામેન્ટરીયન્સ કોન્ફરન્સ’ યોજવામાં આવી હતી. જેમાં ‘એમપાવરીંગ વુમન પાર્લામેન્ટરીયન્સ એન્ડ પ્રમોટીંગ ડાયવર્સિટી / ઇન્ટર સેકશનાલિટી’, ‘ઇફેક્ટીવલી કંબેટીંગ ઓલ કોમર્સ ઓફ એબ્યુઝ એન્ડ હેરેસમેન્ટ ઇન પાર્લામેન્ટ’ તથા ‘ફાઇનાન્સીયલ એમ્પાવરમેન્ટ ઓફ વિમેન એન્ડ જેન્ડર સેન્સીટીવ બજેટીંગ’ – જેવા વૈશ્વિક સ્તરના મહિલાઓને સ્પર્શતા વિષયો ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ વિષયો પર ડો. આચાર્યએ પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં. વિશ્વના અન્ય દેશોના લોકસભા અને વિનધાસભા સ્પીકર્સ અને મહિલા પ્રતિનિધિઓએ સાથે પણ તેમણે લોકશાહી વ્યવસ્થાનું સુચારૂ સંચાલન અંગે વિચાર વિમર્શ કર્યો હતો.