ગુજરાતના પાટણ જિલ્લામાં બુધવારે એક જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ નાયબ અધિક્ષક કે કે પંડ્યાએ જણાવ્યું હતું કે, આ ઘટના રાધનપુર નજીક બની હતી. લગભગ 15 મુસાફરોને લઈ જતી મહિન્દ્રા જીપના ડ્રાઈવરે ટાયર ફાટવાથી કાબૂ ગુમાવ્યો હતો. જીપ વારાહી ગામ તરફ જઈ રહી હતી.
મૃતકોની ઓળખ સમજુભાઈ ફુલવાડી (50), દુદાભાઈ રાઠોડ (50), રાધાબેન પરમાર (35), કાજલ પરમાર (59), અમૃતા વણઝારા (15) અને પીનલબેન વણઝારા (7) તરીકે થઈ હતી. ઇજાગ્રસ્તોને રાધનપુર અને પાટણની જુદી જુદી હોસ્પિટલમાં રીફર કરાયા હતા.
પાટણ જિલ્લાના રાધનપુર વારાહી હાઇવે માર્ગ પર મોટી પીપળી નજીક રાજસ્થાનના મજૂરોને અકસ્માતની જાણ થતાં લોકોએ તેમજ પોલીસતંત્રએ ઘટનાસ્થળે દોડી આવી અકસ્માતગ્રસ્ત વાહનમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.