ગુજરાતમાં ઝેરી આયુર્વેદિક સીરપકાંડમાં 3 ડિસેમ્બરે વધુ એક વ્યક્તિનું મોત થતાં મૃત્યુઆંક વધીને છ થયો હતો. રાજ્યમાં દારૂબંધી હોવાના કારણે આયુર્વેદિક સીરપનું લેબલ લગાવીને દારુનું વેચાણ થતું હતું. ખુલ્લેઆમ વેચાતા આ સીરપમાં આલ્કોહોલની માત્રા ઉપરાંત ઇથેનોલ જેવા તત્વોની ભેળસેળ કરવામાં આવે છે.
આ કાંડમાં પોલીસે 3,271 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. તેમાં બહાર આવ્યું હતું કે ગુજરાતમાં મેઘસવા નામના આયુર્વેદિક સીરપના બહાને વેચાતા નશાની સાંઠગાંઠ સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધી ફેલાયેલી છે. આ દરોડામાં 22 પકડાયા હતાં, જ્યારે 12 સામે ફરિયાદ નોંધાઈ હતી.
મહેસાણા જિલ્લામાં 210 સ્થળોએ દરોડા પાડીને ₹3.92 કરોડની કિંમતની આશરે 2,633 નશાની બોટલો જપ્ત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં દરોડા પાડીને 21 લાખની કિંમતની કુલ 15,000 બોટલો જપ્ત કરાઈ હતી.
મહેમદાવાદના સોજાલી ગામમાં રહેતો 22 વર્ષીય વિપુલ સોઢા બિલોદરામાં તેના કાકાના ઘરે ગયો ત્યારે આ સીરપ પીધી હતી. તેનાથી બે દિવસથી તેની તબિયત ખરાબ હતી. 3 ડિસેમ્બરના પ્રથમ નડિયાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને પછી નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.
27 નવેમ્બરના રોજ, ભાજપના કોષાધ્યક્ષ કિશન સોઢાએ બિલોદરામાં એક કાર્યક્રમનું આયોજન કાર્યક્રમમાં આયોજન કર્યું હતું અને આ સીરપ ખરીદી હતી. ફંક્શન દરમિયાન ઘણા લોકોએ નશો કરવા માટે આયુર્વેદિક સીરપનું સેવન કર્યું હતું. ખેડામાં ઝેરી આયુર્વેદિક સીરપ પીવાથી ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. મિથેનોલયુક્ત હર્બલ સીરપને કારણે બિલોદરામાં ત્રણ, બગડુમાં એક અને વડતાલમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
પોલીસે સોઢા બંધુઓની ધરપકડ કરી હતી. પોલીસે 3 ડિસેમ્બરે કેસના અન્ય ધરપકડ કરાયેલા આરોપી યોહેશ સિંધીના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બોટલિંગ મશીન મળી આવ્યું હતું. તેથી બોટલનું ઉત્પાદન અહીંથી થતું હોવાની શક્યતા છે.