6.6 earthquake in India, Afghanistan, Pakistan, 3 dead in Afghanistan
ગળવારે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા હોવાથી દિલ્હીમાં લોકો ખાન માર્કેટ ખાતે તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા.(ANI Photo)

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં મંગળવાર, 21 માર્ચે સાંજે ઊંચી તીવ્રતાના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી સહિતના વિસ્તારોમાં જોવા મળી હતી. અફધાનિસ્તાન અને પાકિસ્તાનમાં નુકસાન થયું હોવાના અહેવાલ છે, જોકે ભારતમાં નુકસાન કે જાનહાનીના કોઇ અહેવાલ મળ્યા ન હતા. માર્ચ મહિનામાં ભારતમાં આ છઠ્ઠો ભૂકંપ હતો. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં 6.6ની તીવ્રતાના ભૂકંપ બાદ અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા 3ના મોત અને 44 લોકો ઘાયલ થયા છે. કુદરતી આફતના કારણે કુલ મૃત્યુઆંક ઓછામાં ઓછો 13 હોવાની ધારણા છે

નવી દિલ્હી અને આસપાસના વિસ્તારમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના કલાકો બાદ બુધવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશમાં હળવા તીવ્રતાના ભૂકંપના આંચકા આવ્યા હતા. ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં મંગળવારે મોડીરાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 6.6ની તીવ્રતાના ભૂકંપને પગલે લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતાં. ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં રાત્રે આશરે 10:17 કલાકની આસપાસ આવેલાં ભૂકંપના આંચકાની અસર દેખાઇ હતી.

જમ્મુ પ્રાંતમાં અનેક વિસ્તારોમાં મોબાઇલ સેવાઓને પણ અસર થઇ છે. અહેવાલો મુજબ, પાકિસ્તાન, કઝાખસ્તાન, ઉઝબેકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન અને કિર્ગીઝસ્તાન સહિત અનેક દેશોમાં ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં કાલાફગાનથી 90 કિલોમીટર દૂર નોંધાયું છે.

ભારતમાં દિલ્હી-એનસીઆર ઉપરાંત લખનઉ, જમ્મુ-કાશ્મીર, પંચકુલા અને ચંડીગઢ સહિત દેશના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝાટકા અનુભવાયા હતા. ભૂકંપના ઝાટકાને કારણે દિલ્હીના શકરપુરમાં એક ઇમારત નમી ગઇ હોવાનો પણ અહેવાલ હતા. યુપી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં અનેક સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરના માર્યા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.

દિલ્હી ફાયર સર્વિસિઝે જણાવ્યું હતું કે તેમને એક ઇમારત નમી ગઇ હોવાનો પણ અહેવાલ મળ્યો હતો..જોકે એવું નથી કે ઉંચી ઇમારતોમાં રહેલા લોકોને જ ભૂકંપના આંચકાની અસર દેખાઇ હતી. દિલ્હીમાં કનોટ પ્લેસ નજીક ઊભી રહેલી એક વ્યક્તિનું કહેવું હતું કે ‘હું મારી કાર લઇને મુસાફરોની રાહ જોઇ રહ્યો હતો ત્યારે અચાનક જ મારી કાર હલવા લાગી હતી. મેં જોશથી બૂમો પાડી હતી અને તે અંગે મિત્રોને જાણ કરી હતી.’ભૂકંપના આ ઝાટકા ખાસ્સા વખત સુધી અનુભવાયા હતા. ઘરોમાંથી બહાર આવેલાં લોકોનું કહેવું છે કે તેમના ઘરોમાં પંખાથી લઇને અન્ય વસ્તુઓ હલતી દેખાઇ હતી.

 

LEAVE A REPLY