કેનેડામાં નોકરીની લાલત આપીને વડોદરામાં 59 લોકો સાથે રૂ.3 કરોડની છેતપરિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શહેરના નિઝામપુરાના ડીલક્ષ ચાર રસ્તા પાસે આવેલ સાઇ કન્સલન્ટન્સીના સંચાલક પિતા- પુત્રએ આ કથિત છેતરપિંડી કરી હતી. ઓફીસ પર તાળા મારીને રાતોરાત ફરાર થઇ ગયેલા પિતા-પુત્રો સામે વડોદરાના ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

શહેરના રિફાઇનરી રોડ આવેલી અંબીકાપાર્ક ખાતે રહેતા અને નર્સ તરીકે ફરજ બજાવતાં નીલાબેન પિરતેશભાઇ પરમારે આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યા અનુસાર  વર્ષ ૨૦૨૨ માં તેમને વિદેશ નોકરી માટે જવું હતું. તેઓ વિઝીટર વિઝા અને વર્ક પરમીટ માટેની પ્રોસેસ કરતાં એજન્ટની તપાસ કરતા હતી. તેમના કાકાની દિકરી રેગીના પ્રકાશભાઇ પરીખે પણ વિદેશ જવુ હોવાથી તેણે નિઝામપુરા કૃણાલ કોમ્પ્લેક્સ, ખાતે સાંઈ કન્સલન્ટન્સીના સંચાલક પિતા પુત્ર રાજેન્દ્ર મનહરલાલ શાહ અને રીન્કેશ રાજેન્દ્રભાઈ શાહનો સંપર્ક સાંધ્યો હતો.  પિતા-પૂત્રએ નીલાબેનને કેનેડાના વર્ક પરમિટ વિઝા માટે રૂ. દસ લાખના ખર્ચની વાત કરી હતી. જે  પેટે પાંચ લાખ ટુકડે ટુકડે નીલાબેને જમા કરાવ્યા હતા.  ત્રણ મહિનાની અંદર કેનેડા ખાતે મોકલી આપવાની બાહેધરી આપી હતી. જોકે ફાઈલ તૈયાર ન થતા નીલાબેને નાણા પરત માંગ્યા હતા.

LEAVE A REPLY