ઇટલીના દક્ષિણી કેલેબ્રિયા વિસ્તારમાં રવિવાર, 26 ફેબ્રુઆરીએ વહેલી સવારે તોફાની દરિયામાં ઓવરલોડ બોટ ડૂબી જતાં 11 બાળકો અને એક નવજાત બાળક સહિત ઓછામાં ઓછા 59 માઇગ્રન્ટ્સનાં મોત થયાં હતાં, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ બોટમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સોમાલિયા અને ઈરાનના માઇગ્રન્ટ હતા.
દરિયાકાંઠાના શહેર ક્રોટોનના મેયર વિન્સેન્ઝો વોસે રવિવારે બપોરે જણાવ્યું હતું કે 59 લોકોના મોતને પુષ્ટી મળી છે. નૌકા હિમશિલા સાથે ટકરાઈ હોવાનું માનવામાં આવે છે. આ બોટ 100થી વધુ લોકો યાત્રા કરી રહ્યા હતા. ફાયર બ્રિગેડના વિભાગના પ્રવક્તા લૂકા કારીએ કહ્યું કે રાહત અને બચાવ કર્મીઓએ 80 યાત્રીઓને બચાવી લીધા હતા.
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની “ઊંડું દુ:ખ” વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ માટે માનવ તસ્કરોને જવાબદાર ગણાવ્યા હતા.
મૃતકોમાં એક નાનકડા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ બોટમાં 200 લોકો હતા અને 27 લોકો તરીને કિનારા પર આવી ગયા હતા. જોકે, હજુ સુધી પ્રવાસીઓની રાષ્ટ્રીયતાની ઓળખ થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે આ બોટમાં તુર્કી, ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકો હતા અને તે ખરાબ હવામાનને લીધે હિમશિલા સાથે ટકરાઈ હતી. સમુદ્રના માર્ગથી યુરોપમાં પ્રવેશવાની કોશિશ કરી રહેલા પ્રવાસીઓ માટે ઈટાલી એક મુખ્ય લેન્ડિંગ પોઈન્ટ છે. કેન્દ્રીય ભૂમધ્ય માર્ગને વિશ્વના સૌથી ખતરનાક માર્ગો પૈકીનો એક માનવામાં આવે છે.
ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઇગ્રેશન મિસિંગ માઇગ્રેન્ટ્સ પ્રોજેક્ટ અનુસાર 2014થી કેન્દ્રીય ભૂમધ્ય સાગરમાં 20,333 લોકો માર્યા ગયા છે અથવા લાપતા થયા છે. 2022માં નૌકાથી 100000થી વધુ શરણાર્થી ઈટાલી પહોંચ્યા હતા.