£50 અને £20ની કાગળની બનાવટની ચલણી – બૅન્કનોટ સરકાર બંધ કરી રહી છે ત્યારે તેને બેન્ક અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવવા માટે લોકો ધસારો કરી રહ્યાં છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે જણાવ્યું છે કે £6 બિલિયનની કાગળની £20ની નોટો અને £8 બિલિયનની કાગળની £50ની બૅન્કનોટ હજુ પણ ચલણમાં છે.
આજની તારીખમાં £1.2 બિલિયન નોટો શુક્રવારની સમયમર્યાદા પહેલા પોસ્ટ ઓફિસની 11,500 શાખાઓમાં જમા કરવામાં આવી છે. હવે પછી તેનો ઉપયોગ દુકાનોમાં નાણાં ચૂકવવા થઇ શકશે નહીં.
30 સપ્ટેમ્બરની સમયમર્યાદા પછી, લોકો તેમની ચલણી કાગળની નોટો પોસ્ટ ઓફિસ અને બેન્કોમાં જમા કરાવી શકશે. લોકો બેંક ઓફ ઈંગ્લેન્ડ પાસે પોસ્ટ દ્વારા કે રૂબરૂમાં નોટો બદલાવી શકશે. સેન્ટ્રલ લંડનની થ્રેડનીડલ સ્ટ્રીટમાં વેલા બેન્કના હેડક્વાર્ટર સામે લાંબી લાઇનો લાગે તેવી અપેક્ષા છે.
બેંકના પ્રવક્તાએ કિંગના પોટ્રેટવાળી નોટોનું ઉત્પાદન શરૂ કરાયું છે કે કેમ તે અંગે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.