ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી ફ્લાઈટની અનિયમિતતા કારણે રેગ્યુલેટર ડીજીસીએ દ્વારા સ્પાઈસજેટ પ્રત્યે સખત વલણ જાળવી રાખવામાં આવ્યું છે. ડીજીસીએ દ્વારા તાજેતરમાં નવા આદેશમાં સ્પાઈસજેટ એરલાઈન્સને સાવચેતી માટે અત્યારે મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ જ ચલાવવા જાળવી રાખવા જણાવ્યું છે.
એરલાઈન્સ પર રેગ્યુલેટર ડીજીસીએસના જણાવ્યા પ્રમામે વધારાની સાવચેતી તરીકે પ્રતિબંધો લંબાવાયા છે. સ્પાઇસ જેટને આ વર્ષે 29 ઓક્ટોબર સુધીમાં માત્ર 50 ટકા ફ્લાઇટનું સંચાલન કરવા માટે જણાવાયું છે.
નોંધનીય છે કે, જુલાઈમાં સ્પાઈસજેટને ટેકનિકલ ખામીની અનેક ઘટનાઓને કારણે બે મહિના સુધી કુલ ક્ષમતાના 50 ટકા મર્યાદામાં જ ફ્લાઇટનું સંચાલન કરાવવાનો આદેશ આપ્યો હતો. આ પ્રતિબંધ બાદ પણ સ્પાઈસજેટના ફ્લાઈટમાં ખામીઓ જોવા મળી રહી છે.