ઉત્તર પ્રદેશના કાનપુરમાં છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોકના કારણે 98 લોકોના મોત થયા છે. 98 મૃત્યુમાંથી 44 હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે 54 દર્દીઓ સારવાર પહેલા મૃત્યુ પામ્યા હતા.આ આંકડા L.P.S ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીએ સોમવાર, 9 જાન્યુઆરીએ આપ્યા હતા..
કાનપુરના લક્ષ્મીપત સિંઘાનિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ કાર્ડિયાક સર્જરી આંકડા અનુસાર, છેલ્લા એક સપ્તાહમાં હૃદયના સંબંધિત બિમારીને કારણે 723 દર્દીઓ હોસ્પિટલના ઈમરજન્સી અને આઉટપેશન્ટ વિભાગમાં આવ્યા છે. તીવ્ર ઠંડીથી પીડિત 14 દર્દીઓ શનિવારે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા જ્યારે સારવાર દરમિયાન છ લોકોના મોત થયા હતા. 8 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. એક દિવસમાં શહેરની SPS હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 14 દર્દીઓના મોત થયા હતા.
દિલ્હી, હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં કાતિલ શીત લહેર વચ્ચે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકને કારણે ગુરુવારે, 7 જાન્યુઆરીએ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા હતા.મૃત્યુ પામેલા લોકોમાં, 17 લોકો કોઈપણ તબીબી સારવાર મેળવે તે પહેલાં મૃત્યુ પામ્યા હતા. હાર્ટ સંબંધિત બિમારીને કારણે એક દિવસમાં 723 દર્દીઓ હોસ્પિટલમાં આવ્યા હતા.
તબીબોના મતે ઠંડીમાં અચાનક બ્લડપ્રેશર વધી જવાથી અને લોહી ગંઠાઈ જવાથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક આવી રહ્યા છે. લખનૌની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી (કેજીએમયુ)ના એક ફેકલ્ટી મેમ્બરે જણાવ્યું હતું કે, “આ ઠંડા હવામાનમાં હાર્ટ એટેક માત્ર વૃદ્ધો સુધી જ સીમિત નથી. અમારી પાસે એવા કિસ્સાઓ છે જ્યારે કિશોરોને પણ હાર્ટ એટેક આવ્યો હોય. દરેક વ્યક્તિ, ભલે તે ઉંમરના હોય તેમને ગરમ રહેવું જોઇએ.”