ફાઇલ ફોટો (ANI Photo)

ગુજરાતના પોરબંદરથી લગભગ 350 કિમી દૂર દરિયામાં ₹480 કરોડની કિંમતની ડ્રગ્સ વહન કરતી એક પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી હતી. આ કાર્યવાહીમાં બોટમાં છ ક્રૂ મેમ્બરની ધરપકડ કરાઈ હતી.

કોસ્ટ ગાર્ડના એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડના જહાજો અને ડોર્નિયર વિમાનોની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી અરબી સમુદ્રમાં લગભગ 350 કિમી દૂર બોટને ઝડપી લેવામાં આવી હતી. આ ઓપરેશન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું.ભારતીય કોસ્ટ ગાર્ડે ગુપ્ત માહિતીના આધારે, 11 માર્ચ 24, સોમવારના રોજ અરબી સમુદ્રમાં વ્યૂહાત્મક રીતે તેના જહાજોને તેનાત કર્યા હતા. ICGએ તેના ડોર્નિયર એરક્રાફ્ટને પણ સંભવિત વિસ્તારોમાં બોટને શોધવાનું કામ સોંપ્યું હતું.

એક મહિનામાં અરબી સમુદ્રમાં એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ આ બીજું મોટું એન્ટી નાર્કોટિક્સ ઓપરેશન હતું. 26 ફેબ્રુઆરીએ પોરબંદરના દરિયાકાંઠેથી 3,300 કિલો નાર્કોટીક્સ સાથે પાંચ વિદેશી નાગરિકોને ઝડપી લેવાયા હતા.

 

 

LEAVE A REPLY