વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 48 લાખ 1 હજાર 532 લોકો સંક્રમિત છે. જ્યારે તેનાથી જીવ ગુમવનારાઓની સંખ્યા 3 લાખ 16 હજાર 663 થઈ છે. જોકે 18 લાખ 58 હજાર 108 લોકો કોરોનાને માત આપી સાજા થયા છે. બ્રાઝીલની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. અહીં ઈમરજન્સી બેડની પણ અછત થઈ ગઈ છે. દેશમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
સૌથી વધુ પ્રભાવિત એવા સાઓ પાઉલના મેયરે કહ્યું છે કે સરકારી હોસ્પિટલો તેમની ક્ષમતા મુજબ 90 ટકા ભરાઈ ચૂકી છે.દક્ષિણ આફ્રિકામાં છેલ્લા સાત સપ્તાહથી લોકડાઉન છે. આ દરમિયાન સરકારે દારૂ અને સિગરેટના વેચાણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. તેનાથી અપરાધનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી છે. આફ્રિકામાં અત્યાર સુધીમાં સંક્રમણના 15 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 264 લોકોના મોત થયા છે. નેપાળમાં લોકડાઉનને 2 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે.
જર્મની પોલીસે દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની વિરુદ્ધ દેખાવો કરી રહેલા 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરી રહ્યાં હતા.બીજી તરફ ન્યુયોર્કના ગવર્નર એન્ડ્રયૂ ક્યૂમોએ પત્રકારો સામેના લાઈવ બ્રીફિંગ દરમિયાન કોરોનાવાઈરસનો ટેસ્ટ કરાવ્યો. જર્મની પોલીસે દેશમાં લાગુ કરવામાં આવેલા પ્રતિબંધોની વિરુદ્ધ દેખાવો કરી રહેલા 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. તેઓ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ કરી રહ્યાં હતા.
ક્યૂમોએ કહ્યું કે તેઓ એ જોવા માંગતા હતા કે ટેસ્ટ કેટલો ઝડપી અને સરળતાથી થાય છે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રત્યેક દિવસે 40 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ન્યુયોર્ક અમેરિકામાં મહામારીનું એપિસેન્ટર રહ્યું છે. અહીં 24 કલાકમાં 139 લોકો મૃત્યુ પામ્યા છે. મોતનો આંકડો 28 હજાર 325 થયો છે.90 હજારથી વધુ મોતઅમેરિકામાં 24 કલાકમાં 820 લોકોએ જીવ ગુમાવ્યા છે.
મૃત્યુ પામનારાઓની સંખ્યા 90 હજારથી વધુ થઈ ગઈ છે. અહીં પ્રત્યેક દિવસે થતા મોતોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. દેશમાં 15 લાખ 27 હજારથી વધુ લોકો સંક્રમિત છે. ન્યુયોર્ક અને ન્યુજર્સીમ સૌથી વધુ પ્રભાવિત છે. ન્યુયોર્કમાં જ સંક્રમણના ત્રણ લાખથી વધુ કેસ છે. ન્યુજર્સીમાં એક લાખથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 10 લોકોના મોત થયા છે.