વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના 40 લાખ 12 હજાર 837 કેસ નોંધાયા છે. 2 લાખ 76 હજાર 216 લોકોએ જીવ ગુમાવ્યા છે. 13 લાખ 85 હજાર 141 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. શુક્રવારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સની પ્રેસ સેક્રેટરી કેટી મિલરનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. મિલર વ્હાઈટ હાઉસની બીજી મોટી અધિકારી છે.
જો કે તે ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ ડોલાન્ડ ટ્રમ્પના સંપર્કમાં આવી ન હતી. કોરોનાને લઈને વ્હાઈટ હાઉસમાં વધારે સાવધાની રખાઈ રહી છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 13 લાખ 21 હજાર 785 કેસ નોંધાયા છે. જેમા 78 હજાર 615 લોકોના મોત થયા છે. વ્હાઈટ હાઉસના કહ્યા મુજબ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસ અને ગ્લોબલ ઈકોનોમી અંગે જર્મની અને સાઉદી અરેબિયા સહિતના વિશ્વના નેતાઓ સાથે વાતચીત કરી છે.
શુક્રવારે અમેરિકાએ ચીનના પત્રકારોના વીઝાની સમયમર્યાદા ઘટાડી છે. હવે તેઓ માત્ર ત્રણ મહિના માટે અમેરિકાના વીઝા લઈ શકશે. હાલ વિદેશી મીડિયાના પ્રતિનિધિઓ માટે સમયમર્યાદા નથી. પણ ચીનના પત્રકારોને આ લાગું પડશે નહીં.ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 243 લોકોના મોત થયા છે.
આ સાથે અહીં કુલ મૃત્યુઆંક 26 હજાર 200 થયો છે. અહીં 17 માર્ચના રોજ લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. ધીમે ધીમે હવે તેમા છૂટ અપાઈ રહી છે. હોંગકોંગમાં શુક્રવારે તમામ જીમ, બ્યુટી પાર્લર્સ, ઝૂ અને બાર ખુલ્યા છે. જોકે અહીં આવનાર લોકોએ ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરવાનું રહેશે. ચીનમાં હાલ માત્ર 15 જ એક્ટિવ કેસ છે.