રશિયામાં મેડિકલનો અભ્યાસ કરી રહેલા મહારાષ્ટ્રના ચાર વિદ્યાર્થીઓના તાજેતરમાં સેન્ટ પીટર્સબર્ગ નજીકની વોલખોવ નદીમાં ડૂબી જવાથી મોત થયા હતા. રશિયન સત્તાધિશોએ શુક્રવારે જણાવ્યા મુજબ, દેશમાં ભારતીય વિદ્યાર્થી સમુદાયમાં સૌથી ખરાબ દુર્ઘટના હતી.
આ તમામ વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રના રહેવાસી હતા. તેમના નામ- હર્ષલ અનંતરાવ, દેસાલે, જિશાન અશ્પાક પિંજરી, જિયા ફિરોજ પિંજરી અને મલિક ગુલામગૌસ મોહમ્મદ યાકુબ છે. તેઓ વેલિકી નોવગોરોડ સિટીની નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા. જ્યારે આ સિવાયની પાંચમ વિદ્યાર્થિની નિશા ભૂપેશ સોનાવણને બચાવી લેવામાં આવી હતી અને તે સારવાર હેઠળ રાખવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને કમનસીબ ગણાવી હતી.
સ્થાનિક ઇમરજન્સી સર્વિસીઝે વોલખોવ નદીમાંથી બે મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે બાકીના બે વિદ્યાર્થીઓની શોધખોળ કરવામાં આવી હતી. જિશાન અને જિયા ભાઇ-બહેન હતા. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ આ વિદ્યાર્થીઓએ તેમની અન્ય મિત્રને બચાવવા જતાં તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ તમામની ઉંમર 18થી 20 વર્ષની હતી. જિશાન અને જિયા મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના અમલનેરના વતની હતી. હર્ષલ દેસાલે આ જિલ્લાના ભડગાંવનો રહેવાસી હતો. જલગાંવના કલેક્ટર આયુષ પ્રસાદે જણાવ્યું હતું કે, તેમના મૃતદેહોને ભારત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
મોસ્કોમાં ઇન્ડિયન એમ્બેસીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, “અમે શક્ય હોય તેટલી ઝડપથી આ મૃતદેહોને મોકલવાની કાર્યવાહી કરી રહ્યા છે. બચી ગયેલી વિદ્યાર્થિનીને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.”

 

LEAVE A REPLY