કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થા (ડીએ)માં શનિવારે 4 ટકાનો વધારો કર્યો હતો. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થુ અગાઉના બેઝિક પગારના 38 ટકાથી વધીને 42 ટકા થયું છે. તેનો અમલ પહેલી જાન્યુઆરી 2023ની અસરથી થશે. સરકારના આ નિર્ણથી આશરે એક કરોડ કર્મચારીઓને લાભ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓ માટેના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહતના વધારાના હપ્તાને બહાલી આપવામાં આવી હતી. આ નિર્ણયથી સરકારની તિજારી પર વાર્ષિક આશરે રૂ.12,815 કરોડનો બોજ પડશે. સરકારના નિર્ણયથી 47.58 લાખ કેન્દ્રીય કર્મચારીઓ તથા 69.76 લાખ પેન્શર્સને લાભ થશે. સાતમાં વેતન પંચની ભલામણ આધારિત સ્વીકૃત ફોર્મ્યુલા મુજબ આ નિર્ણય કરવામાં આવ્યો છે. .
જો કોઇ કર્મચારીનો બેઝિક પગાર રૂ.18,000 હોય તો 38 ટકાના દરે તેમને રૂ.6,840 મોંઘવારી ભથ્થુ મળે છે. પરંતુ જો ડીએ વધીને 44 ટકા થાય તો મોંઘવારી ભથ્થુ વધીને રૂ.76,50 થાય છે. જો બેઝિક પગાર રૂ.56,000 હોય તો તેમને રૂ.21,280 મોંઘવારી ભથ્થુ મળે છે. જોકે ચાર ટકા વધારા સાથે તેમને હવે રૂ.23,520 મળશે.