કોરોનાવાયરસ રોગચાળાને કરાણે યુકેના ત્રીજા ભાગ કરતાં વધુ એમ્પ્લોયરો, આગામી ત્રણ મહિનામાં સ્ટાફને રીડન્ડન્ટ કરવાની યોજના ધરાવે છે.
તા. 31 ઑક્ટોબરના રોજ સરકારની ફર્લો યોજનાનો અંત આવી રહ્યો છે ત્યારે યુગોવ દ્વારા કરાયેલા 2,000થી વધુ મેનેજર્સે સર્વેમાં 37% લોકોએ જણાવ્યું હતું કે તેઓ વર્ષના અંત સુધીમાં કર્મચારીઓને રીડન્ડન્ટ કરશે. 250થી વધુ કર્મચારીઓવાળા મોટા ઉદ્યોગોના 60% જેટલા મેનેજરોએ જણાવ્યું હતું કે તેમની કંપનીઓએ આ વર્ષે રિડન્ડન્સીની યોજના બનાવી છે.
લેબર પાર્ટી અને ટીયુસીએ જણાવ્યું હતું કે તારણો દર્શાવે છે કે યુકેના કામદારોની નોકરી બચાવવા માટે સરકારે વધુ કામ કરવાની જરૂર છે. ઓઇલ કંપની રોયલ ડચ શેલ અને ટીએસબી બેંકે ગુરુવારે લગભગ 10,000 નોકરીઓના કાપની ઘોષણા કરી છે. બ્રિટિશ એરવેઝ, ઇઝિજેટ, માર્કસ અને સ્પેન્સર, જ્હોન લુઇસ, એરબસ, રોલ્સ રોયસ અને જેગ્વાર લેન્ડ રોવરે યુકેના હજારો લોકોની નોકરીમાં કપાત મૂકવાની જાહેરાત કરી છે.