હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી સાજિદ જાવિડે 17 જુલાઇના રોજ યુકેના જાહેરાત કરી હતી કે યુકે સરકાર આ વર્ષે શિયાળામાં ​​ઇતિહાસનો સૌથી મોટો ફ્લૂ રસીકરણ કાર્યક્રમ લાવશે અને આ વર્ષે 35 મિલિયનથી વધુ લોકોને નિ:શુલ્ક સીઝનલ ફલૂ વેક્સીન આપવામાં આવશે. આ વિસ્તૃત પ્રોગ્રામ અંતર્ગત શિયાળામાં 2020માં રેકોર્ડ 19 મિલિયન સીઝનલ ફ્લૂ જેબ્સ આપવામાં આવી હતી. સૌથી વ્યાપક ફ્લૂ રસીકરણ કાર્યક્રમની ઘોષણા અંતર્ગત આ વર્ષે વધુ લાખો લોકોને ફ્લુ રસીનો લાભ મળી શકે છે.

સપ્ટેમ્બર 2021થી, યર 11થી ઉપરના વર્ષોમાં ભણતા માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓ સહિત 35 મિલિયનથી વધુ લોકોને ફલૂની રસી આપવાનું શરૂ કરાશે. ગયા વર્ષે, ઇંગ્લેન્ડમાં 65 અને તેથી વધુ વયના 80.9 ટકા લોકોએ ફલૂ રસી લીધી હતી. આ પ્રમાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 75 ટકા કરતા કરતાં વધારે છે.

સપ્ટેમ્બરમાં શરૂ થનારા 2021/22ની સીઝન દરમિયાન કોને ફ્લૂ જેબ અપાશે:

  • 31 ઓગસ્ટના ​​રોજ બે અને ત્રણ વર્ષની વયના બધા બાળકો.
  • પ્રાથમિક શાળાના બધા બાળકો અને માધ્યમિક શાળાના યર 7 થી 11માં ભણતા લોકોને.
  • ક્લિનિકલ જોખમ જૂથોમાં છ મહિનાથી 50 વર્ષથી ઓછી વયના લોકો
  • સગર્ભા સ્ત્રીઓ
  • 50 વર્ષથી વધુ વયના છે
  • અવેતન કામ કરતાં કેરર
  • ફ્રન્ટલાઈન હેલ્થ અને એડલ્ટ સોશ્યલ કેર સ્ટાફ.

હેલ્થ એન્ડ સોશ્યલ કરે સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે “ફ્લૂ એક ગંભીર બીમારી હોઈ શકે છે અને અમે રેકોર્ડ સંખ્યાબંધ લોકોને રસી આપીને રક્ષણની દિવાલ ઉભી કરવા માગીએ છીએ. આપણે અન્ય વાયરસની સાથે કોવિડ-19 સાથે રહેવાનું શીખવું જોઈએ અને આ શિયાળામાં સૌને સલામત રાખવા જોઇએ. આ ફ્લૂ ડ્રાઇવની સાથે, સરકાર COVID-19 રસીના બૂસ્ટર પ્રોગ્રામ માટેની તૈયારી કરી રહી છે.‘’