ભારત સરકારે સુરક્ષાના કારણોસર વધુ 43 મોબાઇલ એપ્સ પર મંગળવારે પ્રતિબંધ મૂક્યો હતો. આમાંથી ચાર એપ ચીનની અગ્રણી રિટેલ કંપની અલિબાબા ગ્રૂપની છે. આની સાથે સરકારે અત્યાર સુધી કુલ 170 એપ્લ પર પ્રતિબંધ મૂક્યો છે.
સરકારએ આઇટી એક્ટની કલમ 69-A હેઠળ આ મોબાઇલ એપ્સને ભારતમાં યુઝર્સનાં ડેટા સુધીની પહોચને બ્લોક કરી દીધી છે, આ પહેલા જુન અને જુલાઇમાં પણ ભારતે પબજી સહિતની 118 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.
સરકારે જે 43 એપ્સને પ્રતિબંધિત કરી છે, તેમાં સ્નેક વિડિયો જેવી ઘણી લોકપ્રિય એપનો સમાવેશ થાય છે, તે ચાઇનીઝ એપ્સ છે, આ 43 મોબાઇલ એપ્સનાં વિરૂધ્ધ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કે સરકારને ઇનપુટ્સ મળ્યા હતા કે તે ભારતની અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સામે જોખમી હતી.
સરકારે પ્રતિબંધ મૂક્યો છે તેવી એપ્લિકેશમાં અલી સપ્લાયર્સ મોબાઇલ એપ્લિકેશન, અલીબાબા વર્કબેંચ, અલી એક્સપ્રેસ, અલિપે કેશિયર, લાલામૂવ ઈન્ડિયા, ડ્રાઇવ વિથ લાલામૂવ ઈન્ડિયા, સ્નેક વિડિયો, કેમકાર્ડ-બિઝનેસ કાર્ડ રીડર, કેમ કાર્ડ- બીસીઆર વેસ્ટર્ન, સૌઉલ, ચાઇનજી સોશિયલ, ડેટ ઇન એશિયા, વી ડેટ, ફ્રી ડેટિંગ એપ, એડોર એપ્લિકેશન, ટ્રુલી ચાઇનીઝ, ટ્રુલી એશિયન, ચાઇના લવ, ડેટ માય એજ, એશિયન ડેટ, ફ્લર્ટ વિશ, ગાય્સ ઓન્લી ડેટિંગ, ટૂબિટ, વી વર્ક ચાઇના, ફર્સ્ટ લવ લાઇવ, રીલા, કેશિયર વોલેટ, મેગો ટીવી, એમજીટીવી, વીટીવી, વીટીવી લાઇટ, લકી લાઇવ, ટાઓબાઓ લાઇવ, ડિંગ ટોક, આઈડેન્ટિટી વી, આઇસોલેન્ડ 2, બોક્સ સ્ટાર, હેપી ફીશ, જેલીપોપ મૈચ, મંચનકિન મૈચ, કોનક્વિસ્ટા ઓનલાઇન વગેરેનો સમાવેશ થાય છે.