IndiGo Airlines
(ANI Photo/ ANI Picture Service)

ભારતમાં ડોમેસ્ટિક એરલાઇન્સમાં ચાલુ વર્ષે જુલાઇ મહિના સુધીમાં કુલ 338 ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. તેમાંથી ઇન્ડિગોમાં 206, એર ઇન્ડિયામાં 49, ગો એરમાં 22, સ્પાઇસજેટમાં 21 અને અકાશા એરમાં 18 ટેકનિકલ ખામીનો સમાવેશ થાય છે, તેવી સંસદમાં સરકારે સોમવારે માહિતી આપી હતી.

નાગરિક ઉડ્ડયન રાજ્ય પ્રધાન જનરલ (નિવૃત્ત) વીકે સિંહે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીઓ એરક્રાફ્ટમાં ફીટ કરવામાં આવેલા ઘટકો/ઉપકરણોની ખામીને કારણે થઈ શકે છે. વર્ષ 2023માં જુલાઈ સુધી ઇન્ડિગોનો વિમાનોમાં સૌથી વધુ સંખ્યામાં ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી. હાલના નિયમો મુજબ ઓપરેટરે તમામ ઘટનાઓની જાણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ને કરવી પડે છે. આ ઘટનાઓ હવામાન વગેરેને કારણે સાધનોની ખરાબીનું પરિણામ હોઈ શકે છે.

વર્ષ 2022માં સ્થાનિક એરલાઇન્સ દ્વારા આવા કુલ 446 કેસ નોંધાયા હતા, જેમાંથી 215 ઇન્ડિગોના હતા, ત્યારબાદ સ્પાઇસજેટ (143) અને વિસ્તારા (97) હતાં.

LEAVE A REPLY