(PTI Photo/Manvender Vashist Lav)

સંસદના બજેટ સત્રનો 31 જાન્યુઆરીથી પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ’ શુક્રવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરશે અને નાણાપ્રધાન નિર્મલા સીતારમણ શનિવાર, પહેલી ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. બજેટ સત્રના પ્રથમ ભાગમાં 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી નવ બેઠકો યોજાશે.

નાણા પ્રધાન શુક્રવારે આર્થિક સર્વે રજૂ કરશે. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા માટે લોકસભામાં બે દિવસ (3-4 ફેબ્રુઆરી) ફાળવવામાં આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપે તેવી અપેક્ષા છે.સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ બજેટ સત્રની સરળ કામગીરી સુનિશ્ચિત કરવા માટે 30 જાન્યુઆરીએ સંસદમાં રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની બેઠક બોલાવી છે.

LEAVE A REPLY