ભારતના હવામાન વિભાગ (IMD)ના તાજેતરમાં વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે છેલ્લા 40 વર્ષમાં ભારતમાં હીટ સ્ટ્રેસમાં આશરે 30% મોટો વધારો થયો છે. દેશમાં ઊંચા તાપમાન અને ભેજને કારણે ગરમીના તાણમાં લાંબા ગાળામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
હવામાન વિભાગે તેને ‘મોઇસ્ટ હીટ સ્ટ્રેસ’ ગણાવી છે. મોઇસ્ટ હીટ સ્ટ્રેસ એટલે ઊંચા તાપમાન અને ઊંચા ભેજને કારણે શરીરમાં ઊભી થતી તાણ. ખાસ કરીને પશ્ચિમ દરિયાણાકાંઠાના વિસ્તારો એટલે કે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતના દરિયાણાકાંઠાના વિસ્તારોમાં 1950 પછીથી હીટ સ્ટ્રેસમાં મોટો વધારો જોવા મળ્યો છે