64-year-old priest of Pennsylvania gurdwara arrested on charges of child abuse
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભાવનગરમાં વિદેશી નાગરિકોનો ડેટા ઓનલાઈન મેળવી તેમની લોન મંજુર થઈ હોવાનો એસએમએસ તેમજ ઇ-મેઈલ મોકલી લોન પ્રોસેસના નામે ગિફ્ટ કાર્ડ મેળવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા ત્રણ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી.  

પોલીસને બાતમી મળી હતી કેભાવનગરના ઘોઘારોડતરસમીયા નજીક આવેલી કૈલાશ સોસાયટીમાં રહેતો નિકુંજ ઘનશ્યામભાઈ ચૌહાણ અમેરિકા તેમજ અન્ય દેશના નાગરિકોનો લીડ ડેટા કોઈપણ રીતે મેળવીને કૌભાંડ આચરી રહ્યો છે. જેમાં તે વિદેશી નાગરિકોના નામ સરનામા મોબાઈલ નંબર સહિતનો ડેટા તેના મળતીયા માણસોને આપી દે છેએ લીડ ડેટાનો ઉપયોગ કરી વિદેશી નાગરિકો સાથે જુદી જુદી પ્રોસેસના બહાને તેના મળતીયા માણસોને પોતાના ઘરે બોલાવી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરે છે. આ બાતમીના આધારે પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી તરસમિયા ગામમાં આવેલી કૈલાશ સોસાયટીમાં મોડી રાત્રે દરોડો પાડી નિકુંજ ઘનશ્યામભાઈ ચૌહાણ (રહે. કૈલાસ સોસાયટીતરસમિયા- ઘોઘારોડ)મયુર રાજેશભાઈ રાઠોડ (રહે પ્લોટ નં.192/બીપચાસ વારિયાસરદારનગર) અને કૃણાલ ભુપતભાઈ પરમાર (રહે પ્લોટ નં.567સોમનાથ રેસીડેન્સીયોગીનગર)ને ઝડપી દીધા હતા.  

LEAVE A REPLY