પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાતમાં આશરે છેલ્લા 10 દિવસમાં ભૂકંપના ત્રણ આંચકા આવ્યા હતા. મંગળવાર 26 નવેમ્બરની સાંજે સૌરાષ્ટ્ર વિસ્તારમાં 3.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. જોકે આ ભૂકંપમાં કોઇ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યાં નથી.

ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું કે રાજ્યના ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી લગભગ 2 કિમી દૂર તેનું કેન્દ્રબિંદુ હતું અને ભૂકંપ 6.08 કલાકે નોંધાયો હતો. 18 નવેમ્બરે કચ્છ જિલ્લામાં 4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો અને 15 નવેમ્બરે ઉત્તર ગુજરાતના પાટણમાં 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના ડેટા અનુસાર ગુજરાત ધરતીકંપનું ઉચ્ચ જોખમ ધરાવતો વિસ્તાર છે, જે છેલ્લા 200 વર્ષોમાં નવ મોટા ભૂકંપનો ભોગ બન્યા છે. 2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક હતો. ભૂકંપના કારણે 13,800 લોકો માર્યા ગયાં હતાં અને 1.67 લાખ લોકો ઘાયલ થયાં હતા.

LEAVE A REPLY