અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચુંટાયેલા જો બિડેને તેમની એજન્સી રિવ્યૂ ટીમ્સ (ART)માં 20થી વધુ ઇન્ડિયન અમેરિકનનો સમાવેશ કર્યો છે અને તેમાંથી ત્રણ વ્યક્તિ ટીમના વડા છે. એજન્સી રિવ્યૂ ટીમ્સ સત્તાના સરળ પરિવર્તનને સુનિશ્ચિત કરવા મહત્તવની ફેડરલ એજન્સીઓના વહીવટીની ચકાસણી કરશે.
બિડેનની ટ્રાન્ઝિશન ટીમે જણાવ્યું હતું કે પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝિશનના ઇતિહાસમાં સૌથી વધુ વૈવિધ્યપૂર્ણ એજન્સી રિવ્યૂ ટીમ્સમાં આ ટીમ્સનો સમાવેશ થાય છે.
પ્રતિષ્ઠિત સ્ટેન્ફોર્ડ યુનિવિસિટીના અરુણ મઝુમદારને ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી ARTના વડા બનાવવામાં આવ્યા છે. રાહુલ ગુપ્તાને ઓફિસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલિસી માટેની ટીમના વડા બનાવવામાં આવ્યા છે. કિરણ આહુજાને ઓફિસ ઓફ પર્સનલ મેનેજમેન્ટ માટેની ટીમના વડા બનાવવામાં આવ્યા છે.
નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ અને ઓફિસ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી માટેની બે ARTsમાં પાવ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ જ રીતે અરુણ વેંકટરામનો ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને યુએસટીઆર માટેની બે ARTsમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ARTsમાં સમાવેશ થયો હોય તેવા અગ્રણી ઇન્ડિયન અમેરિકન્સમાં પ્રવીણ રાઘવન, આત્મન ત્રિવેદી (ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ) અને શીતલ શાહ (ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી)નો સમાવેશ થાય છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી માટેની ટીમમાં સુભાશ્રી રામનાથન, ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિજ માટેની ટીમમાં રાજ ડે તથા ડિપાર્ટમેન્ટ ઓફ લેબર માટેની ટીમમાં સીમા નંદા અને રાજ નાયકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રીના અગ્રવાલ અને સત્યમ ખન્નાનો સમાવેશ ફેડરલ રિઝર્વ, બેન્કિંગ એન્ડ સિક્યોરિટીઝ રેગ્યુલેટર્સ માટેની ટીમમાં કરવામાં આવ્યો છે. નાસા માટેની ટીમમાં ભવ્ય લાલ, નેશનલ સિક્યોરિટીઝ કાઉન્સિલ માટેની ટીમમાં દિપપ્રીત સિઘુનો અને ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ માટેની ARTમાં દિવ્ય કુમારૈયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર માટે કુમાર ચંદ્રન, યુએસ પોસ્ટલ સર્વિસ માટે અનીશ ચોપરાનો સમાવેશ કરવામાં આવ્યો છે.