BSF shoots down Pakistani drone carrying drug consignment
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પાકિસ્તાનમાંથી ભારતમાં ડ્રોન ઘૂસણખોરીમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વર્ષ 2022માં સરહદે પાકિસ્તાન દ્વારા ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસો બમણા થયા છે. ચાલુ વર્ષે પાકિસ્તાનના ડ્રોન ઘૂસણખોરીના કુલ 266 પ્રયાસ થયા છે. જોકે BSFના જવાનો હંમેશા સતર્ક રહે છે અને આવા ઘણા ડ્રોનને સફળતાપૂર્વક તોડી પાડ્યા છે.

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના ડાયરેક્ટર જનરલ પંકજ સિંહે જણાવ્યું હતું કે ખાસ કરીને પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં ડ્રોન ઘૂસણખોરીની ઘટનાઓમાં વધારો થયો છે. BSFએ 2020માં 79, 2021માં 109 અને ચાલુ વર્ષે 266 ડ્રોન ઘૂસણખોરીના પ્રયાસો શોધી કાઢ્યા હતા. પંજાબ સરહદ અને જમ્મુમાં ડ્રોન ઘૂસણખોરીના અનુક્રમે 215 અને 22 કેસ નોંધાયા હતા. ડ્રોન મારફત સરહદ પારથી માદક દ્રવ્યો, શસ્ત્રો અને દારૂગોળો, નકલી નોટો વગેરેની દાણચોરીમાં વધારો નોંધાયો છે.

LEAVE A REPLY