REUTERS/Amit Dave

ભારતમાં માર્ચ-મે મહિનામાં હીટવેવને કારણે હીટસ્ટ્રોકને કારણે ઓછામાં ઓછા 56 લોકોના મોત થયા હતાં અને હીટસ્ટ્રોકના 25,000 કેસ નોંધાયા હતાં. એમ સરકારી ડેટાને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવ્યું હતું.

મે મહિનામાં રાજધાની દિલ્હી અને નજીકના રાજ્ય રાજસ્થાનમાં તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ (122 ડિગ્રી ફેરનહીટ)ને સ્પર્શ્યું હતું. ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશામાં શંકાસ્પદ હીટસ્ટ્રોકને ઓછામાં ઓછા 33 લોકોના મોત થયા હતા. નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કંટ્રોલ (NCDC)ના ડેટા મુજબ મે મહિનામાં પરિસ્થિતિ સૌથી ખરાબ હતી, જેમાં 46 ગરમી સંબંધિત મૃત્યુ અને 19,189 શંકાસ્પદ હીટ સ્ટ્રોક કેસ નોંધાયા હતા. શંકાસ્પદ કેસો સહિત, ભારતમાં ગરમી સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 80થી વધારે હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ હતી. એકલા મધ્ય પ્રદેશ રાજ્યમાં હીટસ્ટ્રોકના 5,000થી વધુ કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY